પ.બંગાળમાં BJP કાર્યકર્તા દલિત યુવાનની હત્યા: ટી શર્ટ પર લખાઇ ધમકી

દલિત ભાજપ કાર્યકરની પીઠ પાછળ લખાયું કે BJPનો સાથ આપનાર દરેકની આ જ હાલત કરવામાં આવશે

Updated By: May 30, 2018, 10:48 PM IST
પ.બંગાળમાં BJP કાર્યકર્તા દલિત યુવાનની હત્યા: ટી શર્ટ પર લખાઇ ધમકી

પુરુલિયા : પશ્ચિમ બંગાળનાં પુરુલિયામાં ભાજપનાં એક દલિત કાર્યકર્તાની હત્યા કરીને તેની લાશ એક ઝાડ સાથે લટકાવી દેવામાં આવી. તેની લાશની પાછળ એક પોસ્ટર પણ મળી આવ્યું હતું, જેમાં લખ્યું હતું, ભાજપ માટે કામ કરી રહેલ દરેક વ્યક્તિની આ જ હાલત થશે. ઘટના પુરુલિયાનાં બલરામપુર પોલીસ સ્ટેશ વિસ્તારની છે, જ્યાં સુપરઢિહ ગામની નજીક જંગલમાં એખ ઝાડ પર ભાજપનાં દલિત કાર્યકર્તાની લાશ લટકતી જોઇને સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઇ ગઇ હતી. 

મૃતકની ઓળખ 18 વર્ષીય ત્રિલોચન મહતો સ્વરૂપે થઇ. ભાજપ નેતાઓનું કહેવું છે કે કેટલાક નકાબ બાંધેલા લોકોએ તે યુવકને પરાણે તેનાં ઘરથી ઉઠાવી ગયા હતા. હાલની પંચાયત ચૂંટણીમાં ભાજપની તરફથી ત્રિલોચનની સક્રિય ભાગીદારીનાં કારણે જ તેની હત્યા કરી દેવામાં આવી હતી. તેની હત્યા પાછળ પણ એક પોસ્ટર મળ્યું હતું જેમાં લખ્યું હતું કે ઓછી ઉંમરમાં જ ભાજપ માટે કામ કરવાનું આ પરિણામ છે. 

આ ઘટનાનાં સમાચાર ફેલાતાની સાથે જ સ્થાનિક ભાજપ કાર્યકર્તાઓ એકત્ર થઇ ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. તેઓ પોલીસને ત્રિલોચનની લાશ લઇ જતા પણ અટકાવી રહ્યા હતા. લોકોએ ભાજપનાં નેતા ત્રિલોચનની હત્યામાં સંડોવાયેલા આરોપીઓની તુરંત જ ધરપકડ કરવા માટેની માંગ કરી રહ્યા હતા. ત્યાર બાદ આશ્વાસન આપીને પોલીસે લોકોને શાંત કર્યા અને ભાજપ કાર્યકર્તાઓનું શબ કબ્જામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારની પરિસ્થિતી તંગ થઇ ગઇ છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ થયેલ પંચાયત ચૂંટણીમાં ભાજપે આ બ્લોકમાં  ઘણુ સારૂ પ્રદર્શન કર્યું હતું. ભાજપ કાર્યાકર્તાની હત્યાને પણ આનો પ્રતિશોધ સ્વરૂપ તરીકે જોવાઇ રહ્યું છે. આ અંગે પોલીસ અધીક્ષક જોય બિસ્વાસે કહ્યું કે, ભાજપ કાર્યકર્તાની હત્યા મુદ્દે કેસ દાખલ કરીને તપાસ કરવામાં આવી રહી છે. 

આ અંગે ટ્વીટ કરતા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, પશ્ચિમ બંગાળનાં બલરામપુરમાં અમારા યુવા કાર્યકર્તા ત્રિલોચન મહતોની ક્રૂર હત્યા કરી દેવાઇ. આ ખુબ જ દુખદ સમાચાર છે. રાજ્યનાં સંરક્ષણમાં સંભાવનાઓ ભરેલ એક યુવાનની ક્રૂરતા સાથે હત્યા કરી દેવામાં આવી. તેને ઝાડ સાથે ટાંગી દેવામાં આવ્યો, કારણ કે તેની વિચારધારા રાજ્યનાં પ્રાયોજીત ગુંડાઓ કરતા અલગ હતી.