રાહુલે પૂછ્યો PM મોદીને 'નાનકડો' સવાલ, 'શું હવે ભાષણ જ શાસન છે?'

 ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન જારી છે. 14મી વિધાનસભા માટે બે તબક્કામાં ચૂંટણી યોજાઈ છે. 

રાહુલે પૂછ્યો PM મોદીને 'નાનકડો' સવાલ, 'શું હવે ભાષણ જ શાસન છે?'

નવી દિલ્હી: ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન જારી છે. 14મી વિધાનસભા માટે બે તબક્કામાં ચૂંટણી યોજાઈ છે. કોંગ્રેસ હોય કે પછી હાલમાં જ ઉભરી આવેલા પાટીદાર નેતા... તમામની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. એકબાજુ 89 બેઠકો માટે મતદાતાઓ મતદાન કરી રહ્યાં છે ત્યાં બીજી બાજુ નેતાઓ બીજા તબક્કા માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સવાલના માધ્યમથી પોતાના પ્રહારો જારી રાખ્યાં છે. રાહુલે આજે 11મો સવાલ પૂછતાં ભાજપના ચૂંટણી ઢંઢેરા પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ એક ટ્વિટ કરીને પીએમ નરેન્દ્ર મોદીને પૂછ્યું છે કે શું કારણ છે કે આ વખતે વડાપ્રધાનજીના ભાષણોમાંથી 'વિકાસ' ગુમ છે. મેં ગુજરાતના રિપોર્ટ કાર્ડથી 10 સવાલ પૂછ્યાં, તેમના પણ જવાબ નથીં આપ્યાં, પહેલા તબક્કાનો પ્રચાર ખતમ થયો ત્યાં સુધી ઘોષણાપત્ર નહીં, તો શું હવે 'ભાષણ જ શાસન' છે?

સવાલ પૂછતા પહેલા રાહુલ ગાંધીએ ગુજરાતની જનતાને બહોળા પ્રમાણમાં મતદાન કરવાની અપીલ કરી. તેમણે એક ટ્વિટ સંદેશમાં કહ્યું કે મતદાતાઓની ભાગીદારી લોકતંત્રનો આત્મા હોય છે. ગુજરાત ચૂંટણીમાં પહેલીવાર મતદાન કરી રહેલા યુવાલોકોનું ખુબ સ્વાગત અને અભિનંદન. ગુજરાતની જનતાને અપીલ છે કે મોટી સંખ્યામાં મતદાન કરીને લોકતંત્રના આ પર્વને સફળ બનાવે. 

मैं केवल इतना पूछूंगा-
क्या कारण है इस बार प्रधानमंत्री जी के भाषणों में ‘विकास’ गुम है?
मैंने गुजरात के रिपोर्ट कार्ड से 10 सवाल पूछे, उनका भी जवाब नहीं।
पहले चरण का प्रचार ख़त्म होने तक घोषणा पत्र नहीं।

तो क्या अब ‘भाषण ही शासन’ है?

— Office of RG (@OfficeOfRG) December 9, 2017

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની વિભિન્ન સમસ્યાઓને ઉઠાવીને વડાપ્રધાનને સતત સવાલો પૂછી રહ્યાં છે. અત્યાર સુધી તેઓ શિક્ષા, રોજગારી, સ્વાસ્થ્ય, ઉદ્યોગ ધંધા, ખેડૂતો વગેરે મુદ્દાઓ અને સમસ્યા પર સવાલ પૂછી ચૂક્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news