કર્ણાટક ચૂંટણી 2018 : કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, રાહુલ ગાંધી શું બોલ્યા? જાણો

કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઇને રાજકારણ ગરમ છે ત્યારે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ ચૂંટણી ઢંઢેરો ઓફિસમાં બેસીને નથી બનાવ્યો.

કર્ણાટક ચૂંટણી 2018 : કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, રાહુલ ગાંધી શું બોલ્યા? જાણો

 બેંગલુરૂ : મિશન કર્ણાટકનો મોર્ચે સંભાળતાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે રાજ્યની ચૂંટણી માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2018 અંગે ચૂંટણી ઢંઢેરો જાહેર કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, આ જનતાને પુછીને, જનતાના હક માટે બનાવ્યો છે. રાહુલે કહ્યું કે, આ ચૂંટણી ઢંઢેરો કોઇ બંધ કમરામાં નથી બનાવ્યો. પરંતુ જનતાને પુછીને એમની વ્યથા સાંભળીને બનાવ્યો છે કે એમને શું જોઇએ છે? તેમણે એ પણ કહ્યું કે, અમે જનતાને એ નહીં બતાવીએ કે અમે શું કરી રહ્યા છીએ પરંતુ એમને પુછી શું કે તે પોતાની સરકાર પાસેથી શું કરાવવા ઇચ્છે છે. 

ભાજપ સામે નિશાન સાધતાં રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મનની વાત કરે છે. પરંતુ કોંગ્રેસ જનતા અને એમના હકની વાત કરે છે. ભાજપ સામે આરોપ લગાવતાં એમણે કહ્યું કે, તે રાજ્યની સંસ્કૃતિનું સન્માન નથી કરતી.

— ANI (@ANI) April 27, 2018

પાર્ટી સુત્રોના જણાવ્યા અનુસારા બે દિવસીય કર્ણાટકના પ્રવાસે આવેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિવિધ વિસ્તારમાં જાહેર સભા સંબોધશે સાથોસાથ જિલ્લા વિસ્તારની મુલાકાત લઇ જનતા સાથે રૂબરૂ પણ થવાના છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news