તમામ ગામમાં વિજળી પહોંચાડી હોવાની વાત પણ સરકારનો નકલી દાવો: રાહુલ

વડાપ્રધાન મોદીએ રવિવારે ટ્વીટ કરીને દેશમાંથી અંધકાર યુગનો અંત આવ્યો હોવાની માહિતી આપી હતી

Updated By: Apr 30, 2018, 08:41 PM IST
તમામ ગામમાં વિજળી પહોંચાડી હોવાની વાત પણ સરકારનો નકલી દાવો: રાહુલ

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી દ્વારા તમામ ગામમાં વિજળી પહોંચી ગઇ હોવાની જાહેરાતને પણ ખોટો દાવો ગણાવ્યો હતો. રાહુલ ગાંધીએ દેશનાં તમામ ગામમાં વિજળી પહોંચી ગઇ હોવાનાં એક સમાચારને ટ્વીટ કરતા લખ્યું કે વધારે એક અસત્ય.અગાઉ પુર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે પણ દાવો કર્યો હતે કે સરકારનું વધારે એક અસત્ય કારણ કે અગાઉની સરકાર સમયે જ 5.80 લાખ ગામોમાં વિજળી પહોંચી ચુકી હતી. જ્યારે વડાપ્રધાન દાવો કરી રહ્યા છે કે તેમનાં સમયમાં વિજળી પહોંચી. 

ચિદમ્બરમે ભારતીય યુવા કોંગ્રેસી કાર્યકારીણી સમિતીમાં જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ ચાર વર્ષ પહેલા કહ્યું હતું કે બાકી રહેલા 18 હજાર ગામમાં અમે વિજળી પહોંચાડીશું. પરંતુ તેમને પુછવું જોઇએ કે 5,80,000 ગામોમાં વિજળી કોણે પહોંચાડી ? આ ગામોમાં ગત્ત સરકારે વિજળી પહોંચાડી હતી. જો કે હાલની સરકાર એવી રીતે રજુ થઇ રહી છે કે, તમામ ગામોમાં તેમણે જ વિજળી પહોંચાડી છે. આ પણ એક તદ્દન ખોટો દાવો જ છે. 

આ એક મોટી સફળતા
અગાઉ તમામ ગામમાં વિજ જોડાણ પહોંચ્યાની જાહેરાત કરતા કેન્દ્રીય વિજ મંત્રી આર.કે સિંહે કહ્યું કે, આ એક મોટી સફળતા છે. અમે ડેડલાઇનનાં 13 દિવસ પહેલા જ કામ પુરૂ કરી દીધું છે. હવે પછીનું અમારૂ લક્ષ્યાંક દેશનાં દરેક ઘરે વિજળી પહોંચાડવાનું છે. 

વડાપ્રધાને ટ્વીટ કરીને આપી હતી માહિતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 29મી તારીખે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, 28મી એપ્રીલ, 2018નો દિવસ દેશનાં ઇતિહાસ માટે ઐતિહાસિક ગણાશે. અમે કાલે અમારૂ વચન પાળ્યું જેનાં કારણે દરેક ભારતીયનાં જીવનમાં પરિવર્તન આવશે. મને પ્રસન્નતા છેકે દેશનાં દરેક ગામમાં વિજળી પહોંચી ચુકી છે. અધિકારીક આંકડાઓ અનુસાર 2014માં જ્યારે વડાપ્રધાન મોદીએ સત્તા સંભાળી ત્યારે 18,452 ગામ વિજ વિહોણા હતા.