Gujarat Weather Update Today: ચોમાસાના આગમન સાથે જ ચારેકોર વરસાદ જોવા મળી રહ્યો છે. દેશના અલગ અલગ ભાગોમાં પૂરપાટ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાન ખાત (IMD) નું કહેવું છે કે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદ જોવા મળશે. વિભાગના સીનિયર વૈજ્ઞાનિક ડો. નરેશકુમારના જણાવ્યાં મુજબ ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય અને એડવાન્સ સ્ટેજમાં આવી ચૂક્યું છે. છેલ્લા બે દિવસથી મધ્ય પ્રદેશમાં ખુબ વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં 12 સેન્ટીમીટર વરસાદ પડે તેવી શક્યતા છે. એ જ રીતે ગુજરાત અને ગોવામાં પણ ખુબ વરસાદ પડી રહ્યો છે. અમે દક્ષિણ ગુજરાત અને કોંકણ ગોવામાં આજે 20 સેન્ટીમીટર વરસાદની આશા કરી રહ્યા છીએ. દેશના પૂર્વ અને પૂર્વોત્તર ભાગમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદનું અનુમાન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું રહેશે ગુજરાતની સ્થિતિ
ગુજરાતમાં હજુ પણ અતિભારે વરસાદ વરસતો રહેશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી રાજ્યમાં વરસાદ રહેવાની આગાહી કરી છે. ત્યારે ફરી એકવાર અમદાવાદ જિલ્લા માટે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં અમદાવાદ શહેર માટે સતત વિવિધ તબક્કામાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે પણ  અમદાવાદમાં વરસાદનું વાતાવરણ સર્જાય તેવું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તે જ રીતે ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, જૂનાગઢમાં પણ ભારે વરસાદ નોંધાઈ શકે છે. ડાંગ, વલસાડ, સુરત, તાપી અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. 


હવામાન વિભાગે પવનની ગતિ 40-45 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના સાથે ચેતવણી આપી છે. જ્યારે મૂળ દ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા, દમણના માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે. અહીં પણ પવનની ગતિ 40-45 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. આ સિવાય જખૌ, માંડવી (કચ્છ), મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા અને પોરબંદરના માછીમારોને આગામી ચાર દિવસ માટે ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતના વિવિધ ભાગો અને સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. જેમાં આગળ જતા વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નર્મદા, તાપીમાં અતિભારે વરસાદ રહેવાની આગાહી છે. આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે. જ્યારે કાલે પણ (પહેલી જુલાઈ)એ ભારે વરસાદની સંભાવનાઓ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 1 જુલાઈથી વરસાદની ગતિ ધીમી પડશે અને વરસાદી ટ્રફ અને સર્ક્યુલેશનને લીધે ભારે વરસાદ પડી શકે તેમ છે. સૌરાષ્ટ્ર કચ્છ સિવાયના રાજ્યના અન્ય ભાગોમાં ચોથા અને પાંચમા દિવસે એટલે કે 2-3 જુલાઈએ ભારે વરસાદની આગાહી નથી, કારણ કે જે વરસાદ આપતી સિસ્ટમ છે તે નબળી પડી જશે. સૌરાષ્ટ્ર માટે પણ બે દિવસ સારો વરસાદ રહેવાની સંભાવના છે. ગીર સોમનાથ, અમરેલી, દીવમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતથી કેરળ સુધીની સિસ્ટમ, દક્ષિણ ગુજરાતમાં બનેલી સિસ્ટમ અને મધ્યપ્રદેશમાં બનેલી સિસ્ટમની અસરથી પણ ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે. આ સિસ્ટમની અસર નબળી પડવાથી વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.


મધ્ય પ્રદેશના આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ મધ્ય પ્રદેશમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદનો દોર ચાલુ રહેશે. વિભાગ આજે પ્રદેશના પન્ના, દમોહ, સાગર, ટીકમગઢ, છત્તરપુર, નિવાડી, મંદસૌર, નીમચ, ગુના, અશોકનગર, શિવપુરી, રાજગઢમાં ભારે વરસાદની શક્યતા છે. આ માટે વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આજે ઉમરિયા, કટની, જબલપુર, નરસિંહપુર, સિવની, બાલાઘાટ, શ્યોપુર, ભિંડ, મુરૈના, ગ્વાલિયર, દતિયા, શાહજહાંપુર, આગર, ઉજ્જૈન, રતલામ, ઝાબુઆ, અલીરાજપુર બડવાની, ભોપાલ અને વિદિશામાં પણ ભારે વરસાદના અણસાર છે. 


મુંબઈમાં ભારે વરસાદનું એલર્ટ
IMD મુજબ આજે મુંબઈમાં ભારે વરસાદની શક્યતા છે. વિભાગે ત્યાં માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ ઉત્તરાખંડના નૈનીતાલ, પૌડી, ટિહરી, પિથોરાગઢ, દહેરાદુન હરિદ્વાર, બાગેશ્વર જિલ્લાઓમાં પણ આજે ભારેથી અતિભાર વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ઉત્તરાખંડમાં 30 જૂન, 1 જુલાઈ અને 2 જુલાઈના રોજ હવામાનનું એલર્ટ રહેશે. વરસાદનો આ દૌર 2 જુલાઈ સુધી ચાલુ રહે તેવી આશા છે. આ દરમિયાન જનતા અને તીર્થયાત્રીઓને સાવધાની વર્તવાની  અપીલ કરાઈ છે. ભારે વરસાદની આશંકા જોતા તમામ અધિકારીઓને એલર્ટ રહેવાના નિર્દેશ અપાયા છે. 


આ રાજ્યોમાં વરસાદની આગાહી
એજન્સી મુજબ આજે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, તથા પશ્ચિમી રાજસ્થાનમાં હળવા વરસાદની શક્યતા છે. એ જ રીતે હિમાલય નજીક પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અસમના કેટલાક ભાગો, બિહારના કેટલાક ભાગો અને ઉત્તર પૂર્વ યુપીમાં પણ વરસાદના અણસાર છે. જ્યારે દક્ષિણ પૂર્વ અને દક્ષિણ રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશના કેટલાક ભાગો, ગુજરાતના કેટલાક વિસ્તારો, કોંકણ અને ગોવા, કર્ણાટકના કાંઠા વિસ્તારો તથા આંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં મધ્યમથી ભારે વરસાદના અણસાર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube