રાજસ્થાન વિધાનસભા ચૂંટણી- 2018: નકલી મતદાન રોકવા ચૂંટણી પંચની વિશેષ તૈયારી
ચૂંટણી પંચના અધિકારીઓ પોલિંગ બુથ અધિકારી અને મતદાન કર્મચારીઓને ઈવીએમ અને વીવીપેટના સંચાલન માટે આપવામાં આવેલી તાલીમમાં નકલી મતદાન રોકવા માટે પણ વિશેષ માહિતી આપી રહ્યા છે
દીપક ગોયલ/ જયપુરઃ વિધાનસભા ચૂંટણીમાં નકલી મતદાન રોકવા માટે ચૂંટણી પંચે પૂરતી તૈયારી કરી લીધી છે. ટેન્ડર વોટિંગના વધતા જત આંકડા બાદ આ વખત મતદાન કર્મચારીઓને ચૂંટણી પહેલાં યોજાતી ટ્રેનિંગમાં નકલી મતદાન અંગે પણ વિશેષ માહતગાર કરાઈ રહ્યા છે. સાથે જ લોકોને પણ આ બાબતે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
ચૂંટણી પંચના અધિકારીઓ પોલિંગ બુથ અધિકારી અને મતદાન કર્મચારીઓને ઈવીએમ અને વીવીપેટના સંચાલન માટે આપવામાં આવતી તાલીમમાં નકલી મતદાન રોકવા અંગે પણ વિશેષ માહિતી આપી રહ્યા છે. મતદાન કર્મચારીઓને મતદાન કરાવવાની પ્રક્રિયા, ઉપયોગમાં લેવાતાં પત્રોની માહિતી, ચેલેન્જ વોટ, ટેન્ડર વોટ, પ્રોક્સી વોટ, ટેસ્ટિંગ વોટ, હરીપત્ર મુદ્રા, સ્પેશિયલ ટેગ સહિતની નાની-નાની બાબતોથી વાકેફ કરવામાં આવી રહ્યા છે.
માસ્ટર ટ્રેનર્સ પણ પાર્ટીઓને ટેન્ડર વોટની માહિતી આપી રહ્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ જો મતદાર ભૂલથી કે ઈરાદાપૂર્વક વોટ નાખી દે છે તો વાસ્તવિક મતદારને મત આપવાનો અધિકાર મળશે. તેવી સ્થિતિમાં તેણે ઈવીએમના સ્થાને બેલેટ પેપર પર પોતાનો વોટ આપવાનો રહેશે.
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી 2018: ત્રીજી યાદીમાં ભાજપના 11 ઉમેદવાર જાહેર
ટેન્ડર વોટ એને કહેવાય છે, જેમાં કોઈ અન્ય દ્વારા કરવામાં આવેલા નકલી મતદાન બાદ અસલી મતદાતા તરફથી ફરીથી વોટ નાખવામાં આવે છે. ટેન્ડર વોટની ગણતરી કરાતી નથી, પરંતુ જો કોઈ ઉમેદવાર કોર્ટમાં ચૂંટણી અરજી દાખલ કરે તો આ ટેન્ડર વોટ ગણવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે સૌ પ્રથમ વિલફ્રેડ ડિસોઝા કેસમાં 1977માં નાખવામાં આવેલા તમામ ટેન્ડર વોટની ગણતરી કરવાનો આદેશ આપ્યો હતો.