Corona: હવે આ રાજ્યના બધા શહેરોમાં 12 કલાકનું કર્ફ્યૂ, બોર્ડની પરીક્ષા સ્થગિત

કોરોનાના સતત વધી રહેલા કેસો વચ્ચે રાજસ્થાનમાં કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં આજે 6200 નવા કેસ સામે આવ્યા છે. 

Corona: હવે આ રાજ્યના બધા શહેરોમાં 12 કલાકનું કર્ફ્યૂ, બોર્ડની પરીક્ષા સ્થગિત

જયપુરઃ કોરોના સંક્રમણના સતત વધી રહેલા કેસને જોતા રાજસ્થાન સરકારે તમામ શહેરોમાં સાંજે 6 કલાકથી સવારે છ કલાક સુધી કર્ફ્યૂ લગાવવાની જાહેરાત કરી છે. સરકારના આદેશ પ્રમાણે 16 એપ્રિલથી 30 એપ્રિલ સુધી તમામ શહેરોમાં દરરોજ 12 કલાકનું કર્ફ્યૂ રહેશે. 

રાજસ્થાનમાં કોરોનાની સ્થિતિ
રાજ્યમાં આજે 6200 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 2 લોકોના મૃત્યુ થયા છે. રાજસ્થાનમાં કોરોનાના અત્યાર સુધી  3,81,292 કેસ સામે આવ્યા છે અને 3008 લોકોના મોત થયા છે. રાજ્યમાં સારવાર બાદ 3,33,379 દર્દીઓ સાજા થયા છે. 

બોર્ડની પરીક્ષા સ્થગિત
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આજે ટ્વીટ કરીને કહ્યુ કે, કોરોના સંક્રમણની બીજી લહેરને જોતા રાજ્ય સરકારે રાજસ્થાન માધ્યમિક શિક્ષણ બોર્ડ, અજમેર દ્વારા આયોજીત થનારી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ સ્થગિત કરી દીધી છે. 

તેમણે આ સાથે કહ્યું કે, રાજ્ય સરકારે ધોરણ 8, ધોરણ 9 અને તથા 11ના વિદ્યાર્થીઓને આગામી ક્લાસમાં પ્રમોટ કરવાનો નિર્ણય લીધો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news