જયપુર: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની બનેવી રોબર્ટ વાડ્રા અને તેમની માતા મોરીન મંગળવાર સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ઓફિસ પહોંચ્યા હતા. ડિરેક્ટોરેટના અધિકારી રાજસ્થાનના બોર્ડરલાઇન પાસે આવેલા બિકાનેર જિલ્લામાં કથિત જમીન કૌભાંડ સંબંધમાં તેમની પૂછપરછ કરી રહ્યાં છે. કોંગ્રેસ મહાસચિવ તેમજ રોબર્ટ વાડ્રાની પત્ની પ્રિયંકા ગાંધી ઇડી કાર્યલય સુધી તેમને છોડવા આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: SCનું અપમાન કરવા પર નાગેશ્વર રાવને દિવસભર ઉભા રહેવાની સજા, 1 લાખનો દંડ


ચુસ્ત સુરક્ષાની વચ્ચે વાડ્રા, પ્રિયંકા અને મોરીન સુવારે અંદાજે સાડા દસ વાગે એક જ ગાડીથી શહેરના આંબેડકર સર્કલ સ્થિત ઇડીના કાર્યાલય પહોંચ્યા હતા. વાડ્રાને ત્યાં છોડી પ્રિયંકા ગાંધી પરત ફર્યા હતા. ઇડી કાર્યાલયની તરફ જતા રસ્તાના કિનારે કેટલાક પોસ્ટર લાગ્યા હતા, જેના પર રાહુલ, પ્રિયંકા અને વાડ્રાની તસવીરની સાથે ‘કટ્ટર વિચાર નહીં યુવા જોશ’ જેવું લખાણ લખ્યું છે.


વધુમાં વાંચો: લખનઉ એરપોર્ટ પર અટકાવ્યા અખિલેશ યાદવને, કાફલા સાથે જવા માગે છે પ્રયાગરાજ


જોકે, કોંગ્રેસના સ્થાનીય અધિકારીઓએ આ પોસ્ટરો વિશે અજ્ઞાનતા દર્શાવી છે. પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યાક્ષ અર્ચના શર્માએ કહ્યું કે તેમણે આ પોસ્ટરોની જાણકારી નથી. તેમણે પાર્ટીએ લગાવ્યા નથી. વાડ્રા જયપુરમાં ઇડીની સામે પહેલી વખત હાજર થયા છે. આ પહેલા એજન્સી દિલ્હીમાં તેમની સતત ત્રણ દિવસ (7-9 ફેબ્રુઆરી) સુધી પૂછપરછ કરવામાં આવી છે. ઇડીએ વાડ્રાથી 7 ફેબ્રુઆરી ગુરૂવારે જ્યાં સાડા પાંચ કલાક પૂછપરછ કરી ત્યાં શુક્રવારે તેમની લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. 9 ફેબ્રુઆરી શનિવારે એજન્સીએ વાડ્રાને લગભગ 8 કલાક પૂછપરછ કરી હતી.


વધુમાં વાંચો: અમિત શાહે ઉદ્ધવ ઠાકરેને કર્યો ફોન, શિવસેનાએ ગઠબંધન માટે 1995ના ફોર્મ્યૂલા પર મુક્યો ભાર


એજન્સી વાડ્રાની સામે કથિત મની લોન્ડ્રિંગ અને વિદેશોમાં ગેરકાયદે રીતે સંપત્તિ ખરીદવામાં તેમની કથિક ભૂમિકા મામલે તપાસ કરી રહી છે. રાજસ્થાન હાઇકોર્ટે વાડ્રા અને તેમની માતાને કહ્યું હતું કે તેઓ એજન્સીને તપાસમાં સહયોગ આપે. ત્યારબાદ જ બંને અહીંયા ઇડી કાર્યલયમાં હાજર થયા છે. એજન્સીએ બિકાનેર જમીન કૌભાંડ મામલે વાડ્રાને ત્રણ વખત સમન્સ આપયું હતું. પરંતુ તેઓ હાજર થયા ન હતા. જેના કારણે એજન્સીએ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. ઇડીએ 2015માં આ સંબંધમાં એક મામલો નોંધ્યો હતો, વાડ્રા અને તેમની માતા મોરીન કાલ સવારે અહીંયા પહોંચ્યા ત્યારે પ્રિયંકા ગાંધી સોમવાર રાતે સ્પેશિયલ વિમાનથી અહીંયા આવ્યા હતા.
(ઇનપુટ-ભાષા)


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...