'બધી ગરીબી દૂર થઈ', શાકભાજી વેચનારે 11 કરોડની લોટરી જીતી, રાતોરાત નસીબ બદલાઈ ગયું

રાજસ્થાનના કોટપુટલીના શાકભાજી વિક્રેતા અમિતે પંજાબ સ્ટેટ લોટરીના દિવાળી બમ્પર 2025 ડ્રોમાં ₹11 કરોડનું ઇનામ જીત્યું, જેનાથી તેનું નસીબ રાતોરાત બદલાઈ ગયું.

'બધી ગરીબી દૂર થઈ', શાકભાજી વેચનારે 11 કરોડની લોટરી જીતી, રાતોરાત નસીબ બદલાઈ ગયું

ભાગ્યનું પાનું ક્યારે પલટી જાય તે વિશે કોઈ જાણતું નથી. વ્યક્તિનું કામ માત્ર મહેનત કરવાનું છે. આજે અમે તમને અમિત સેહરા નામના એક એવા વ્યક્તિ વિશે જણાવી રહ્યાં છીએ, જેનું ભાગ્ય રાતોરાત પલટી ગયું. અમિત રાજસ્થાનના કોટપુલતી શહેરમાં રહે છે અને શાકભાજી વેચે છે. અમિતે પંજાબ રાજ્ય લોટરીના દિવાળી બમ્પર-2025 ડ્રોમાં 11 કરોડ રૂપિયાનું ઈનામ જીત્યું છે.

મિત્ર પાસેથી ઉછીના પૈસા લઈ ખરીદી ટિકિટ
32 વર્ષીય અમિત સેહરા શાકભાજી વેચે છે. લોટરીમાં 1000 રૂપિયાની બે ટિકિટ ખરીદવા માટે અમિતે પંજાબના મોગામાં એક મિત્ર પાસેથી પૈસા ઉધાર લીધા હતા. તેણે એક ટિકિટ પોતાના નામે લીધી અને બીજી પત્નીના નામે લીધી હતી, જેની કિંમત 1000 હતી. ભટિંડામાં માત્ર 500 રૂપિયામાં ખરીદેલી ટિકિટે તેનો કરોડપતિ બનાવી દીધો છે.

Add Zee News as a Preferred Source

— ANI (@ANI) November 4, 2025

ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા અમિતે કહ્યુ- હું મારી ખુશી વ્યક્ત નથી કરી શકતો. હું પંજાબ સરકાર અને લોટરી એજન્સીનો આભાર માનું છે. આજે મારા બધા દુખ દૂર થઈ ગયા. તેણે કહ્યું કે તે હનુમાનજીનો ભક્ત છે. લોટરીમાં જીતેલી રકમમાંથી અમિત પોતાના મિત્રની બંને દીકરીઓને 50-50 લાખ રૂપિયા ભેટના સ્વરૂપમાં આપશે. તેણે કહ્યું- મેં મારી માતાને ગુમાવી છે તેથી હું દીકરીઓનું દુખ સમજુ છું. બાકી પૈસા મારા બાળકોના અભ્યાસ અને ઘર બનાવવામાં ખર્ચ કરીશ.

એકાઉન્ટમાં કઈ રીતે આવશે પૈસા?  
Punjab State Lottery તરફથી આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે અમિતે 11 કરોડના ઈનામનો દાવો કર્યો છે. એક અધિકારીએ કહ્યું- તેણે ભટિંડાથી ટિકિટ ખરીદી હતી. વિજેતાઓએ લોટરી ટિકિટની સાથે-સાથે બેંક અને પોતાની અંગત જાણકારી પંજાબ સરકારની ઓફિસમાં જમા કરાવવાની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ રાજનીતિ અને બિઝનેસ સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્

...और पढ़ें

Trending news