રાજનીતિની પીચ પર ઉતરશે સુપરસ્ટાર રજનીકાંત, 31 ડિસેમ્બરે લેશે નિર્ણયો
તામિલ અભિનેતા રજનીકાંતે જણાવ્યું છે તે પોતાના નિર્ણયની ઘોષણા 31 ડિસેમ્બરે કરશે
રાજનીતિમાં એન્ટ્રી લેવાના મામલે બોલ્યા સુપરસ્ટાર રજનીકાંત
રજનીકાંતે કહ્યું કે હું રાજનીતિમાં નવો નથી, લેટ છું
શું નવા વર્ષમાં રજનીકાંત લેશે રાજનીતિમાં એન્ટ્રી?
Trending Photos
ચેન્નાઈ : રાજનીતિના પ્રવેશની અટકળો વચ્ચે તામિલ અભિનેતા રજનીકાંતે કહ્યું છે કે તે પોતાના રાજનીતિ પ્રવેશ વિશેની જાહેરાત 31 ડિસેમ્બરે કરશે. પોતાના પ્રસંશકો સાથે 6 દિવસ સુધી ચાલનારા ફોટોસેશન કાર્યક્રમના પહેલા દિવસે કહ્યું હતું કે તે પોતાના રાજનીતિ પ્રવેશ વિશે દુવિધામાં છું કારણ કે તેઓ એના નિયમ અને કાયદા જાણે છે. તેમણે કહ્યું છે કે, ''હું રાજનીતિમાં નવો નથી પણ થોડો મોડો જરૂર છું. હું મારો નિર્ણય 31 ડિસેમ્બરે જણાવીશ."
I am not new to politics. I got delayed.Entering is equal to victory. I will announce a decision on December 31: Rajinikanth pic.twitter.com/0WsH67ZLeS
— ANI (@ANI) December 26, 2017
#Rajinikanth interacts with fans in Sri Raghavendra Kalyana Mandapam in Chennai pic.twitter.com/gUNLeXlFTq
— ANI (@ANI) December 26, 2017
મે મહિનામાં થયેલા આવા આયોજનમાં પ્રસંશકોને સંબોધિત કરતા 67 વર્ષીય અભિનેતાએ કહ્યું હતું કે જ્યારે યુદ્ધ થશે ત્યારે હું લડીશ. રજનીકાંતના આ નિવેદનને તેમના રાજનીતિ પ્રવેશની સંભાવનાના સંકેત તરીકે જોવામાં આવે છે.
રજનીકાંત છેલ્લા કેટલાક રાજનીતિમાં સક્રિ્ય થશે એવી ચર્ચા છે. તેમને ભારતીય જનતા પાર્ટી તેમજ અન્ય પક્ષ તરફથી તેમના પક્ષમાં શામેલ થવાની ઓફર મળી ચૂકી છે. જોકે રજનીકાંતે ક્યારેય આ ઓફર સ્વીકારી નથી. હવે બધાની નજર 31 ડિસેમ્બર પર ટકેલી છે. રજનીકાંત માત્ર સાઉથના સુપરસ્ટાર નથી પણ તેના ચાહકો તેમને ભગવાની જેમ પૂજે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે