ચેન્નાઈ : રાજનીતિના પ્રવેશની અટકળો વચ્ચે તામિલ અભિનેતા રજનીકાંતે કહ્યું છે કે તે પોતાના રાજનીતિ પ્રવેશ વિશેની જાહેરાત 31 ડિસેમ્બરે કરશે. પોતાના પ્રસંશકો સાથે 6 દિવસ સુધી ચાલનારા ફોટોસેશન કાર્યક્રમના પહેલા દિવસે કહ્યું હતું કે તે પોતાના રાજનીતિ પ્રવેશ વિશે દુવિધામાં છું કારણ કે તેઓ એના નિયમ અને કાયદા જાણે છે. તેમણે કહ્યું છે કે, ''હું રાજનીતિમાં નવો નથી પણ થોડો મોડો જરૂર છું. હું મારો નિર્ણય 31 ડિસેમ્બરે જણાવીશ." 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



મે મહિનામાં થયેલા આવા આયોજનમાં પ્રસંશકોને સંબોધિત કરતા 67 વર્ષીય અભિનેતાએ કહ્યું હતું કે જ્યારે યુદ્ધ થશે ત્યારે હું લડીશ. રજનીકાંતના આ નિવેદનને તેમના રાજનીતિ પ્રવેશની સંભાવનાના સંકેત તરીકે જોવામાં આવે છે. 


રજનીકાંત છેલ્લા કેટલાક રાજનીતિમાં સક્રિ્ય થશે એવી ચર્ચા છે. તેમને ભારતીય જનતા પાર્ટી તેમજ અન્ય પક્ષ તરફથી તેમના પક્ષમાં શામેલ થવાની ઓફર મળી ચૂકી છે. જોકે રજનીકાંતે ક્યારેય આ ઓફર સ્વીકારી નથી.  હવે બધાની નજર 31 ડિસેમ્બર પર ટકેલી છે. રજનીકાંત માત્ર સાઉથના સુપરસ્ટાર નથી પણ તેના ચાહકો તેમને ભગવાની જેમ પૂજે છે.