બિડેનને ટિકેટની અપિલ, ટ્વીટમાં ટેગ કરી કહ્યુ- ભારતમાં ખેડૂત કરી રહ્યા છે પ્રદર્શન; PM મોદી સાથે કરો ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે વોશિંગટનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન સાથે મુલાકાત કરવાના છે. આ મુલાકાત પર દરેકની નજર છે. આ વચ્ચે ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકેતે પણ આ મીટિંગથી પહેલા જો બિડેનને ટ્વિટર દ્વારા એક મેસેજ કર્યો છે

Updated By: Sep 24, 2021, 01:36 PM IST
બિડેનને ટિકેટની અપિલ, ટ્વીટમાં ટેગ કરી કહ્યુ- ભારતમાં ખેડૂત કરી રહ્યા છે પ્રદર્શન; PM મોદી સાથે કરો ચર્ચા

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે વોશિંગટનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન સાથે મુલાકાત કરવાના છે. આ મુલાકાત પર દરેકની નજર છે. આ વચ્ચે ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકેતે પણ આ મીટિંગથી પહેલા જો બિડેનને ટ્વિટર દ્વારા એક મેસેજ કર્યો છે અને કહ્યું છે કે, પીએમ મોદીની સાથે અમારા મુદ્દા પર પણ ચર્ચા કરે.

ખેડૂત નેતા રાકેશ ટિકેતે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનને ટેગ કરી ટ્વીટ કર્યું છે કે, ભારતીય કિસાન પીએમ મોદીની સરકાર દ્વારા લેવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. 11 મહિનામાં 700 થી વધુ ખેડૂતો આ વચ્ચે માર્યા ગયા છે. આ કાળા કાયદાને પાછો ખેંચવો જરૂરી છે. પીએ મોદીની સાથે તમારી મિટિંગમાં અમારા મુદ્દા પર પણ ધ્યાન આપો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube