નવી દિલ્હી: દિલ્હી (Delhi) માં ખેડૂતોનું આંદોલન (Farmers Protest) હવે નાજુક મોડ પર આવી ગયું છે. કેટલાક ખેડૂત સંગઠનોએ હવે પોતાને આ આંદોલનથી અલગ કરી લીધા છે. 26 જાન્યુઆરી 2021ના રોજ દિલ્હીમાં થયેલી હિંસા બાદ ખેડૂત નેતાઓના પણ સૂર બદલાઈ ગયા છે. પરંતુ ખેડૂત નેતા રાકેશ ટિકૈત આંદોલન ખતમ કરવા માટે તૈયાર નથી. તેમણે તો એટલે સુધી કહી દીધુ કે જો આંદોલન ખતમ થશે તો હું આત્મહત્યા કરી લઈશ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ શું તમે ખેડૂત નેતા રાકેશ ટિકૈત  (Rakesh Tikait)  વિશે જાણો છો ખરા. તેઓ એક સમયે દિલ્હી (Delhi)  પોલીસમાં સબ ઈન્સ્પેક્ટર હતા અને આજે કરોડો રૂપિયાની સંપત્તિના માલિક છે. રાકેશ ટિકૈત બે વાર ચૂંટણી લડી ચૂક્યા છે. જો કે તેમને બંનેમાંથી એકવાર પણ જીત મળી નથી. ખેડૂતોની રાજનીતિ તો રાકેશ ટિકૈતને વારસામાં મળી છે. તેમના દિવંગત પિતા મહેન્દ્ર સિંહ ટિકૈત ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ હતા. 


Budget Session 2021: કૃષિ કાયદા દ્વારા ખેડૂતોને નવા અધિકાર આપવામાં આવ્યા-રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ


રાકેશ ટિકૈત કોણ છે?
રાકેશ ટિકૈતનો જન્મ 4 જૂન 1969ના રોજ ઉત્તર પ્રદેશમાં મુઝફ્ફરનગર જિલ્લાના સિસૌલી ગામમાં થયો હતો. રાકેશ ટિકૈતે મેરઠ યુનિવર્સિટીમાંથી એમ.એ સુધીનો અભ્યાસ કર્યો. ત્યારબાદ એલએલબી કર્યું અને વકીલ બની ગયા. રાકેશ ટિકૈત 1992માં દિલ્હીમાં સબ ઈન્સ્પેક્ટર પદ પર તૈનાત હતા. તે વખતે 1993-94માં દિલ્હીમાં મહેન્દ્રસિંહ ટિકૈતના નેતૃત્વમાં ખેડૂત આંદોલન ચાલુ હતું. 


આ કારણે છોડી પોલીસની નોકરી
મહેન્દ્ર સિંહ ટિકૈત  (Rakesh Tikait)  ના પિતા હતા, આથી સરકારે ખેડૂત આંદોલન ખતમ કરાવવા માટે તેમના પર દબાણ સર્જ્યુ કે તેઓ તેમના પિતાને મનાવે. ત્યારબાદ તો રાકેશ ટિકૈતે પદ છોડ્યું અને ખેડૂતોના પડખે ઊભા રહી ગયા. 


Farmers Protest: રાકેશ ટિકૈતને મળવા માટે પહોંચ્યા જયંત ચૌધરી, Ghazipur Border બંધ


રાકેશ ટિકૈતની સંપત્તિ
વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં રાકેશ ટિકૈત દ્વારા અપાયેલા સોગંદનામા મુજબ તેમની સંપત્તિની કિંમત 4,25,18,038 રૂપિયા હતી. આ ઉપરાંત રાકેશ ટિકૈતના સોગંદનામા મુજબ તે વખતે તેમની પાસે 10 લાખ રૂપિયા કેશ હતી. 


બે વાર ચૂંટણી લડી ચૂક્યા છે રાકેશ ટિકૈત
રાકેશ ટિકૈતે પહેલીવાર વર્ષ 2007માં મુઝફ્ફરનગરની ખતૌલી વિધાનસભા બેઠકથી અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી. જેમાં તેઓ હાર્યા હતા. ત્યારબાદ રાકેશ ટિકૈતે 2014માં અમરોહા જિલ્લામાંથી રાષ્ટ્રીય લોક દળની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી હતી અને તે ચૂંટણી હાર્યા હતા. 


Farmers Protest: અચાનક કેમ બદલાઈ ગયા ટિકૈતના સૂર? રડી પડ્યા, આજે મુઝફ્ફરનગરમાં મહાપંચાયત


રાકેશ ટિકૈતનો પરિવાર
રાકેશ ટિકૈતના મોટા ભાઈ નરેશ ટિકૈત ભારતીય કિસાન યુનિયન (BKU) ના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. રાકેશ ટિકૈત પોતે BKU ના પ્રવક્તા છે. રાકેશ ટિકૈતના નાના ભાઈ સુરેન્દ્ર ટિકૈત મેરઠની એક શુગર મિલમાં મેનેજર છે. જ્યારે સૌથી નાના ભાઈ નરેન્દ્ર ટિકૈત ખેતી કરે છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube