ભારત પર છે મોટી ઘાત, પ્રલય આવવાનો છે? અઠવાડિયા પહેલા જોવા મળી હતી તબાહીની નિશાની, લોકોમાં ભય

Oarfish or Doomsday Fish: ઓસ્ટ્રેલિયાના તસ્માનિયા બાદ તમિલનાડુમાં ગત સપ્તાહે એક ખાસ પ્રકારની માછલી જોવા મળી હતી જેને લોકો તબાહીની નિશાને માને છે. એવી માન્યતા છે કે જ્યારે આ માછલી જોવા મળે છે તો કઈને કઈ ખરાબ થાય છે. 

ભારત પર છે મોટી ઘાત, પ્રલય આવવાનો છે? અઠવાડિયા પહેલા જોવા મળી હતી તબાહીની નિશાની, લોકોમાં ભય

અમદાવાદમાં 12 જૂનના રોજ એક દુખદ અકસ્માત થયો જેમાં એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઈટ ટેકઓફ બાદ ગણતરીની પળોમાં મેઘાણીનગરના રહેણાંક વિસ્તારમાં તૂટી પડી. આ ફ્લાઈટમાં 230 મુસાફરો અને 12 ક્રુ મેમ્બર્સ સહિત 242 લોકો સવાર હતા જેમાંથી 241 લોકો માર્યા ગયા અને એક વ્યક્તિ સદનસીબે બચી ગયો. આ ઉપરાંત વિમાન ટ્રેઈની ડોક્ટરોની હોસ્ટલ પર તૂટી પડતા તેને કારણે પણ મૃત્યુઆંક વધી ગયો અને હાલ 270થી વધુ લોકોના આ દુર્ઘટનામાં મોત થયા છે. 

બીજી બાજુ ઈઝરાયેલે શુક્રવારે સવારે ઈરાનના નતાંજ પરમાણુ ઠેકાણા અને તહેરાનમાં અનેક સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કર્યા. જેના જવાબમાં ઈરાને પણ શનિવારે વહેલી પરોઢે ઈઝરાયેલ પર બેલિસ્ટિક મિસાઈલો છોડતા હવે ઈઝરાયેલ આર પાસના મૂડમાં છે. પીએમ બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે હજુ વધારે હુમલા થશે. જ્યારે ઈરાને ઈઝરાયેલની મદદ કરનારા દેશોને ચેતવણી આપી છે. માત્ર 3 દિવસની અંદર 2 મોટી ઘટનાઓએ લોકોની ચિંતા વધારી છે કારણ કે એક સપ્તાહ પહેલા જ તમિલનાડુ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના તસ્માનિયામાં તબાહીની મોટી નિશાની જોવા મળી હતી. 

એક અઠવાડિયા પહેલા જોવા મળી હતી તબાહીની નિશાની
વાત જાણે એમ છે કે આ મહિનાની શરૂઆતમાં તમિલનાડુમાં સમુદ્રના કિનારે માછીમારોની જાળમાં એક માછલી ફસાઈ હતી. જેનું નામ ઓરફીશ કે રિબનફીશ છે. આ ઉપરાંત આ માછલી ઓસ્ટ્રેલિયાના તસ્માનિયામાં પણ સમુદ્ર કિનારે જોવા મળી હતી. લોકો આ માછલીને તબાહીની નિશાની માને છે. એવી માન્યતા છે કે જ્યારે પણ આ માછલી જોવા મળે છે ત્યારે કઈને કઈ ખરાબ ઘટે છે. 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલી મોટી વિમાન દુર્ઘટના અને હવે ઈઝરાયેલ ઈરાન વચ્ચે એક બીજા પર હુમલા બાદ લોકોના મનમાં ડરનો માહોલ છે. સોશિયલ મીડિયા પર લોકો મોટી અનહોનીની આશંકા જતાવી રહ્યા છે. 

અજીબ બનાવટ અને દુર્લભ માછલી
ઓરફીશ કે રિબનફીશ ખુબ દુર્લભ પ્રજાતિની માછલી છે. જેની બનાવટ ખુબ જ અજીબ છે. લોકો વચ્ચે આ માછલી વિશે માન્યતા અને ડર ફેલાયેલો છે. આ માછલીને વૈજ્ઞાનિક ભાષામાં રેગલેક્સ ગ્લેસને કહેવામાં આવે છે અને તેની લંબાઈ લગભગ 30 ફૂટ સુધી હોઈ શકે છે. ચાંદી જેવી ચમક અને શરીર પર લહેરાતા રિબન જેવા સ્ટ્રક્ચર તેને સમુદ્રનો અજીબોગરીબ જીવ બનાવે છે. માથા પર લાલ રંગનો  ખાસ ફેણ તેને અલગ બનાવે છે. ઓરફીશ કે રિબનફીશ સામાન્ય રીતે ઊંડા સમુદ્રની અંદર જ રહે છે. પરંતુ જ્યારે જ્યારે તે સમુદ્રના  કિનારે આવે છે ત્યારે લોકોમાં ડર પેદા થાય છે. 

આ માછલી દેખાયા બાદ 2011માં જોવા મળી હતી તબાહી
વર્ષ 2011માં ઓરફીશ એટલે કે રિબનફીશ જાપાનમાં જોવા મળી હતી. ત્યારબાદ જાપાનમાં ભયાનક ભૂકંપ અને સુનામી આવ્યા હતા. લોકોનું માનવું છે કે આ માછલી દેખાયા બાદ મોટા ભૂકંપની ઘટનાઓ ઘટે છે. આ પ્રકારની ઘટનાઓ મેક્સિકોમાં પણ ઘટી ચૂકી છે. જ્યારે મોટા ભકંપો પહેલા ઓરફીશ દેખાયાની ઘટના સામે આવી હતી. જાપાનની અનેક લોકકથાઓમાં પણ ઓરફીશનો ઉલ્લેખ છે  અને કહેવાય છે કે સમુદ્રની નીચે ભૂકંપના ઝટકાના કારણે આ માછલી સપાટી પર આવી જાય છે. 

આ માછલી વિશે શું કહે છે વૈજ્ઞાનિકો
જો કે ઓરફીશ જોવા મળવા અને અકસ્માત અંગે કોઈ પણ પ્રકારના વૈજ્ઞાનિક પુરાવાઓ નથી. વર્ષ 2019માં કરાયેલા એક સર્વેમાં પણ ઓરફીશ જોવા મળવા અને ભૂકંપ વચ્ચે સીધો કોઈ સંબંધ મળ્યો નથી. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ઓરફીશને કોઈ શુકન અપશુકન સાથે કોઈ લેવાદેવા નથી. વૈજ્ઞાનિકોનું માનવું છે કે જ્યારે પણ ઓરફીશ બીમાર થાય છે કે રસ્તો ભટકી જાય છે ત્યારે તે સપાટી પર આવી જાય છે અને સમુદ્ર તટ પર આવ્યા બાદ તેનું મોત થઈ જાય છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news