)
Ratan Tata House: દિવંગત ઉદ્યોગપતિ રતન ટાટાએ પોતાનું જીવન સાદગીથી પસાર કર્યું હતું. કરોડોની સંપત્તિ હોવા છતાં સરળ જીવન જીવતા હતા. આ કારણ છે કે તેમની સંપત્તિની ક્યારેય ચર્ચા થઈ નહીં. તેમના નિધન બાદ વસીયત દ્વારા તેમની સંપત્તિનો ખુલાસો થયો હતો. રતન ટાટાની સંપત્તિમાં સામેલ તેમનું એક ઘર વેચાવા જઈ રહ્યું છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે રતન ટાટાનું Seychelles માં બનેલું વિલા વેચાઈ રહ્યું છે. સમુદ્ર કિનારે બનેલા આ બંગલાની કિંમત 85 લાખ રૂપિયા છે, જેને ખરીદવા માટે 55 કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી છે.
સમુદ્ર કિનારે આવેલો છે રતન ટાટાનો બંગલો
સેશેલ્સના સૌથી મોટા દ્વીપ માહે પર બનેલો આ બંગલો રતન ટાટાના હ્રદયની નજીક હતો. તેમણે પોતાની આ સંપત્તિને સિંગાપુર સ્થિત ઈન્વેસ્ટમેન્ટ ફંડ RNT Associates ને સોંપ્યો હતો. રતન ટાટાએ આ ઘર પોતાના અંગત ઉપયોગ માટે ખરીદ્યું હતું. હવે બંગલાની હરાજી પણ આ કંપની જોઈ રહી છે. આ હરાજીમાંથી મળેલા પૈસા બે ભાગમાં વહેંચીને રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશન અને રતન ટાટા એન્ડોમેન્ટ ટ્રસ્ટને આપવામાં આવશે.
કોણ ખરીદવા ઈચ્છે છે રતન ટાટાનું આ ઘટ
રિપોર્ટ પ્રમાણે રતન ટાટાના નજીકના મિત્ર તેમનું આ ઘર ખરીદવા ઈચ્છે છે. ઘર માટે બોલી લગાવનારમાં એરસેલના ફાઉન્ડર અને ટાટાના મિત્ર શ્રી શિવાશંકરન સૌથી આગળ છે. તેમણે આ બંગલા માટે 55 કરોડ રૂપિયા ઓફર કર્યાં છે. તેઓ આ પ્રોપર્ટીને પ્રીમિયમ આપી ખરીદવા ઈચ્છે છે. પરંતુ મીડિયા રિપોર્ટ પર શિવાશંકરન તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
ખાસ મિત્રો હતા બંને
શિવાશંકરન અને રતન ટાટા ખાસ મિત્રો હતો. બંને વચ્ચે લાંબા સમય સુધી મિત્રતા રહી હતી. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તેઓ સાત વર્ષ સુધી દરરોજ સવારે 7.15 કલાકે રતન ટાટાને મળવા તેમની મુંબઈમાં બખ્તાવર બિલ્ડિંગમાં જતાં હતા. બંને સાથે વોક કરતા હતા. જ્યારે રતન ટાટા સેશેલ્સમાં તે બંગલો ખરીદવા ઈચ્છતા હતા ત્યારે શિવાશંકરને મદદ કરી હતી.