મુંબઈઃ દિવાળીના તહેવાર નિમિત્તે રિઝર્વ બેન્ક દ્વારા બજારમાં 1700 કરોડની નવી નક્કોર નોટો બજારમાં ઠાલવવામાં આવી છે. આ વખતે સૌથી વધુ માગ 10, 20 અને 50ની નોટોની રહી છે. રૂ.100 અને રૂ.500ની નોટોની સૌથી વધુ સંખ્યામાં ઉતારવામાં આવી છે. જોકે, બેન્કોએ નવી ચલણી નોટોમાંથી એક મોટો હિસ્સો પોતાના વિશેષ ગ્રાહકોને આપી દીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવાળીના તહેવારોમાં નવી નોટોની પૂજા કરવામાં અને મોટેરા તરફથી લોકોને બક્ષિસ તરીકે આપવામાં માટે પણ લોકો નવી નક્કોર નોટો બેન્કમાંથી લાવતા હોય છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેન્ક દ્વારા બજારમાં રૂ.1700 કરોડની નવી નોટો બજારમાં ઉતારવામાં આવી હતી. 


સાઉદી ભારતમાં 100 બિલિયન ડોલરનું રોકાણ કરવા માટે કટિબદ્ધઃ પીએમ મોદી


રૂ.1700 કરોડની ચલણી નોટોમાં અડધો ભાગ રૂ.500ની નોટો છે. એક ચતુર્થાંશ ભાગ 100ની નોટોનો છે. બાકીની રૂ.50, રૂ.20 અને રૂ.10ની નોટો છે. આ વર્ષે રસપ્રદ બાબત એ રહી કે, બેન્કોમાં મોટી નોટોના બદલે નાની નોટોની માગ વધી રહી છે. મોટાભાગની બેન્કોમાં લોકો નવી નક્કોર નોટો લેવા માટે ધક્કા ખાતા જોવા મળ્યા હતા. 


ડિસેમ્બર સુધી આવશે વાર્નિશવાળી નોટ
ડિસેમ્બર મહિના સુધીમાં આરબીઆઈ વાર્નિશ કરેલી નોટો બજારમાં ઉતારવાની છે. સૌથી પહેલા રૂ.100ની નોટ આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવશે. આ નોટ વર્તમાન નોટ કરતાં વધુ ટકાઉ હશે. અત્યારે રૂ.100ની નોટ સરેરાશ ત્રણથી ચાર વર્ષ સુધી ચાલે છે, પરંતુ વાર્નિશ કરેલી નોટ સાતથી આઠ વર્ષ સુધી ટકી રહેશે. વાર્નિશ પેઈન્ટ થવાના કારણે આનોટ ફાટશે નહીં, પાણીમાં ભીની પણ નહીં થાય. 


યુરોપિયન યુનિયનના સાંસદોની ટીમે PM મોદી સાથે કરી મુલાકાત, કાલે કાશ્મીર જશે


શગુન માટે રૂ.1ની નોટ પણ બહાર પાડી
આ વખતે દિવાળીમાં અત્યંત ઓછા પ્રમાણમાં રૂ.1ની નવી નોટો પણ આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવી હતી. રસપ્રદ બાબત એ છે કે, રૂ.1ની નોટ પર આરબીઆઈનો અધિકાર હોતો નથી. આ નોટ સરકારના નિયંત્રણમાં હોય છે. તેના પર આરબીઆઈના ગવર્નરના હસ્તાક્ષરના બદલે નાણા સચિવના હસ્તાક્ષર હોય છે. બે વર્ષ પહેલા જ રૂ.1ની નોટ 100 વર્ષની થઈ હતી. 


જુઓ LIVE TV.....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....