Kisan andolan: લાલ કિલ્લા હિંસાની ઘટનાનો વધુ એક આરોપી ઝડપાયો, આ છે આરોપ

Red Fort violence: લાલ કિલ્લા હિંસા મામલામાં દિલ્હી પોલીસે વધુ એક આરોપી જસપ્રીત સિંહની ધરપકડ કરી છે. 

Kisan andolan: લાલ કિલ્લા હિંસાની ઘટનાનો વધુ એક આરોપી ઝડપાયો, આ છે આરોપ

નવી દિલ્હીઃ લાલ કિલ્લા હિંસા (Red Fort violence) મામલામાં દિલ્હી પોવીસે વધુ એક આરોપી જસપ્રીત સિંહની ધરપકડ કરી છે. 29 વર્ષીય જસપ્રીત દિલ્હીના સ્વરૂપ નગરનો રહેવાસી છે. જસપ્રીત લાલ કિલ્લા પર આરોપી મનિંદર સિંહની સાથે ઉભો જોવા મળી રહ્યો છે અને બન્ને હાથથી તલવાર ફેરવી રહ્યો છે. 

પોલીસની એફઆઈઆર પ્રમાણે ત્યારબાદ તે લાલ કિલ્લાના વધુ એક શિખર પર ચઢ્યો. તેના પર આરોપ છે કે લાલ કિલ્લા પર લાગેલ સ્ટીલના રોડને લઈને લોકોને ભડકાવી રહ્યો હતો. 

(Photo source - Delhi Police) pic.twitter.com/QFxssv0r1r

— ANI (@ANI) February 22, 2021

મહત્વનું છે કે દિલ્હીમાં કિસાનોની ટ્રેક્ટર રેલી દરમિયાન 26 જાન્યુઆરીએ ઘણા સ્થળો પર હિંસા થઈ હતી. અનેક લોકો લાલ કિલ્લા પરિસરમાં દાખલ થયા અને ત્યાં ધાર્મિક ઝંડો લગાવી દીધો હતો. 

કિસાન સંગઠનોએ તેનાથી ખુદને અલગ કરી લીધા હતા. પરંતુ પોલીસનું કહેવું છે કે તેમાં કિસાન સંગઠનોનો પણ હાથ છે. દિલ્હી પોલીસે આ મામલામાં આશરે 125 લોકોની ધરપકડ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news