મોટી ખુશખબરી: કોરોના સામેની લડાઇ માટે ભારતમાં લોન્ચ થઇ આ દવા

મોટી ખુશખબરી: કોરોના સામેની લડાઇ માટે ભારતમાં લોન્ચ થઇ આ દવા
  • ભારતમાં કોવિડ-19 સંક્રમિતોની સારવાર માટે Remdesivir દવાની જાહેરાત
  • ભારત સહિત 127 દેશોમાં કોવિડ-19ની સારવારના કામ આવતી આ દવા
  • 100 મિલિગ્રામની નાની બોટલમાં મળશે રેડા-એક્સ

હૈદરાબાદ: દેશમાં વધતા કોરોના કેસ મામલે સરકારની ચિંતા વધારી છે. પરંતુ આ વચ્ચે ઔષધિ ક્ષેત્રની કંપની ડો રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમિટેડે ભારતમાં કોવિડ-19 સંક્રમિતની સારવાર માટે રેમ્ડેસિવિર (Remdesivir) દવાને બજારમાં જાહેર કરવાની જાહેરાત કરી. આ દવા રેડા-એક્સ બ્રાન્ડ નામ અંતર્ગત ઉપલબ્ધ થશે.

લાયસન્સ અંતર્ગત ભારતમાં બનશે રેમ્ડેસિવિર દવા
દવા કંપની તરફથી એક અખબારી યાદી બહાર પાડી કહેવામાં આવ્યું છે કે, આ દવા ગિલિડ સાયન્સિસ ઇન્ક (ગિલિડ)ની સાથે લાયસન્સ વ્યવસ્થા અંતર્ગત જાહેર કરવામાં આવી છે. ગિલિડે ડો. રેડ્ડીઝ લેકને રેમ્ડેસિવિર (Remdesivir)ને નોંધણી, ઉત્પાદન અને વેચાણનો અધિકાર આપ્યો છે. તેના અંતર્ગત અધિકાર ભારત સહિત 127 દેશોમાં કોવિડ-19ની સંભવિત સારવારના કામ આવતી આ દવા માટે આપવામાં આવ્યો છે.

100 એમજી માત્રામાં મળશે દવા
ભારતના ડ્રગ નિયંત્રક (ડીસીજીઆઇ)એ રેમ્ડેસિવિરનો ઉપયોગ ભારતમાં કોવિડ-19ના ગંભીર લક્ષણવાળી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પર કટોકટીની પરિસ્થિતિમાં કરવાની મંજૂરી આપી છે. કંપનીએ કહ્યું છે, ડો. રેડ્ડીઝની રેડા-એક્સ 100 મિલિગ્રામની નાની બોટલમાં મળશે.

કોરોના સામે જંગ ચાલુ રહેશે
ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝના બ્રાન્ડેડ માર્કિટ્સ (ભારત અને ઉભરતા બજારો)ના મુખ્ય કાર્યકારી અધિકારી એમ વી રમન્નાએ કહ્યું, અમે એવા ઉત્પાદોને વિકસિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેમાં બીમારોની જરૂરીયાતનું સમાધાન કરવામાં આવી શકે. રેડા-એક્સને બજારમાં ઉતારવું ભારતમાં કોવિડ-19 દર્દીઓની સારવાર માટે મહત્વપૂર્ણ દવા રજૂ કરવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news