BSFએ પાક. રેન્જર્સને મીઠાઇ આપવાની સ્પષ્ટ મનાઇ કરી

પાકિસ્તાની લશ્કર દ્વારા સતત થઇ રહેલા સંઘર્ષ વિરામના ભંગના કારણે 4 જવાનો શહિદ થયા છે જ્યારે 6 લોકોનાં મોત

BSFએ પાક. રેન્જર્સને મીઠાઇ આપવાની સ્પષ્ટ મનાઇ કરી

નવી દિલ્હી : સીમા પારથી અકારણ કરવામાં આવી રહેલ ગોળીબારનાં કારણે 69માં ગણતંત્ર દિવસ પર સીમા સુરક્ષા દળ (BSF) દ્વારા પાકિસ્તાની રેન્જર્સને મીઠાઇ આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરવામાં આવ્યો હતો. જો કે દિવાળીએ બંન્ને પક્ષોએ હુંફાળા સંબંધો હોય તે રીતે મીઠાઇનું આદાન પ્રદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા સમયથી પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા ગોળીબારમાં ભારતનાં 6 નાગરિકોનાં મોત થયા છે જ્યારે 4 જવાન શહિદ થયા છે.

અટારી વાઘા બોર્ડર પર બીએસએફનાં મહાનિર્દેશક કે.કે શર્માએ સ્પષ્ટ કહ્યું કે, વાતાવરણ જ એવું છે જેનાં કારણે પાકિસ્તાની રેન્જર્સ સાથે મિઠાઇઓનું આદાન પ્રદાન કરવામાં નહી આવે. તેમણે તેમ પણ કહ્યું કે, મને આશા છે કે આગામી સમયમાં મીઠાઇનાં આદાન પ્રદાનની પ્રક્રિયા ફરીથી પુર્વવત્ત થશે. સીમા પર  પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલ સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન અંગે શર્માએ કહ્યું કે, બીએસએફની તરફથી ક્યારે પણ સંઘર્ષ વિરામ ઉલ્લંઘનની શરૂઆત નથી કરવામાં આવતી. પાકિસ્તાન સાથે થયેલ ફ્લેગ મીટિંગમાં સંઘર્ષ વિરામ ઉલ્લંઘનનો મુદ્દો પ્રમુખ હતો.

બંન્ને પક્ષ એ મુદ્દે સંમત થયા કે સંઘર્ષવિરામ ઉલ્લંઘનને ઘટાડવું જોઇએ. જો કે અટારી   વાઘા પર બીટિંગ રીટ્રીટ સમારોહ આયોજીત થો, જેને જોતા દેશનાં લોકો મોટા પ્રમાણમાં પહોંચ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન પર રહેલ ફોર્સીઝ વચ્ચે વર્ષોથી પરંપરા ચાલી રહી છે કે ઘણા તહેવાર અને રાષ્ટ્રીય મહત્વનાં દિવસોએ મીઠાઇનું આદાન પ્રદાન કરવામાં આવતું હોય છે.

— ANI (@ANI) January 26, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news