મોદી સરકારની વધુ એક સર્જિકલ સ્ટ્રાઇક, પાણી માટે તરસી જશે પાકિસ્તાન

પુલવામા આતંકી હુમલાના પગલે હવે ભારત આકરા પાણીએ છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે જે ત્રણ નદીઓના પાણી પાકિસ્તાનને પહોંચતા હતાં તેના ઉપર પણ હવે પ્રોજેક્ટ બનાવીને તે પાણી અમે પાછુ યમુનામાં લાવવા જઈ રહ્યાં છીએ. 

મોદી સરકારની વધુ એક સર્જિકલ સ્ટ્રાઇક, પાણી માટે તરસી જશે પાકિસ્તાન

નવી દિલ્હી: પુલવામા આતંકી હુમલાના પગલે હવે ભારત આકરા પાણીએ છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે જે ત્રણ નદીઓના પાણી પાકિસ્તાનને પહોંચતા હતાં તેના ઉપર પણ હવે પ્રોજેક્ટ બનાવીને તે પાણી અમે પાછુ યમુનામાં લાવવા જઈ રહ્યાં છીએ. તેમણે કહ્યું કે હું જળ સંસાધન મંત્રી પણ છું. અમે યમુનાને શુદ્ધ  કરવાનું કામ શરૂ કરી દીધુ છે. કેન્દ્રીય મંત્રી (રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે) નીતિન ગડકરી ગુરુવારે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 8530 કરોડ રૂપિયાના રાજમાર્ગ અને મળ પરિશોધન પરિયોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરવા જઈ રહ્યાં છે. 

આ સાથે જ રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે, તથા શિપિંગ અને વોટર રિસોર્સિસ, નદી વિકાસ અને ગંગા પુર્નજીવન મંત્રી નીતિન ગડકરી આજે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 331 કિલોમીટર લાંબા રાજમાર્ગ પરિયોજનાઓ અને નમામિ ગંગે કાર્યક્રમ હેઠળ 89.5 એમએલડીની મળશોધન પરિયોજનાઓનું ઉદ્ધાટન તથા શિલાન્યાસ કરનાર છે. જેનો અંદાજે ખર્ચ 8530 કરોડ રૂપિયા છે. 

નીતિન ગડકરી આ દરમિયાન મુઝફફરનગરમાં રાષ્ટ્રીય રાજમાર્ગ 709 એમાં પાણીપત-નગીના ભાગમાં પાંચ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. જેમાં પાણીપત-શામલીમાં 36 કિમી હિસ્સાનો 1253 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરાશે. મળતી માહિતી મુજબ આ સાથે જ અનેક પરિયોજનાઓ પર કામ થશે. નમામિ ગંગે પરિયોજના હેઠળ ગડકરી 231 કરોડ રૂપિયાની પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. 

કાશ્મીરમાં સૈનિકોની સુરક્ષા માટે સરકારનો મહત્વનો નિર્ણય, હવે હવાઈ માર્ગે શ્રીનગર જશે જવાનો
પુલવામા આતંકી હુમલા બાદ શ્રીનગરમાં અર્ધસૈનિક દળોની સુરક્ષાને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયના આદેશ મુજબ હવે બીએસએફ, અસમ રાઈફલ્સ, સીઆરપીએફ, સીઆઈએસએફ, એસએસબી, એનએસજી અને આઈટીબીપીના જવાનોને કાશ્મીર ઘાટીમાં તહેનાતી માટે હવાઈ માર્ગથી જ શ્રીનગર લઈ જવામાં આવશે. સૈનિકોની સુરક્ષાને જોતા હવે તમામ અર્ધસૈનિક દળોના જવાનોને પણ વિમાનથી જ શ્રીનગર લઈ જવાશે. 

આ નિર્ણય મુજબ હવે દરેક જવાન અને દરેક ઓફિસરને વિમાન મારફત જ જમ્મુથી શ્રીનગર મોકલવામાં આવશે. તમામ અર્ધ સૈનિક દળો માટે જારી કરાયેલો આ આદેશ આજથી જ લાગુ થઈ ગયો છે. 

રાજનાથે કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી
કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે મંગળવારે જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી જ્યા ગત અઠવાડિયે ભીષણ આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતાં. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે બેઠક દરમિયાન ગૃહમંત્રીને જમ્મુ અને કાશ્મીરની હાલની સ્થિતિની સાથે જ ભારત-પાકિસ્તાન સરહદની સ્થિતિ અંગે પણ જાણકારી અપાઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news