લાલુનાં જેલવાસ બાદ હાર્દિકે પકડ્યું ફાનસ: તેજસ્વીએ ટ્વીટ કરી આપ્યો જવાબ

તેજસ્વીએ કહ્યું કે આપણે પ્રેમનાં ફાનસ દ્વારા અન્યાયનાં અંધારા વિરુદ્ધ ન્યાયરૂપી પ્રકાશ ફેલાવવાનો છે

Updated By: Dec 25, 2017, 11:32 PM IST
લાલુનાં જેલવાસ બાદ હાર્દિકે પકડ્યું ફાનસ: તેજસ્વીએ ટ્વીટ કરી આપ્યો જવાબ

નવી દિલ્હી : ચારા ગોટાળા મુદ્દે સીબીઆઇની ખાસ કોર્ટ દ્વારા દોષીત ઠેરવવામાં આવ્યા બાદ રાષ્ટ્રીય જનતા દળનાં અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ રાંચીનાં બિરસા મુંડા જેલમાં કેદ છે. લાલુનાં જેલ જવાનાં એક દિવસ બાદ જ પાટીદાર નેતા હાર્દિક પટેલે ટ્વિટર પર ફાનસ પકડેલી પોતાની તસ્વીર ટ્વીટ કરી હતી. રાજનીતિક ગલિયારાઓમાં આ તસ્વીરનાં ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે. જો કે લાલુનાં પુત્ર અને આરજેડીમાં બીજા નંબરનાં પદ પર રહેલ તેજસ્વી યાદવે આ તસ્વીર પર સામે ટ્વીટ કરીને સલાહ આફી હતી.

તસ્વીર શેર કરતા હાર્દિક ટ્વીટ કર્યું કે, આજે હું ગામડે આવ્યો છું, પરંતુ આજે ગામમાં વિજળી નથી તો ફાનસ વડે અંધારુ દુર કરવાનો પ્રયત્ન કર્યો છે. ફાનસ પણ કેટલો કામ આવે છે તેનું મહત્વ આજે ખબર પડી. તેનાં જવાબમાં તેજસ્વીએ ટ્વીટ કરીને કહ્યું કે, હાર્દિક ભાઇ નફરતોની વિરુદ્ધ પ્રેમનું ફાનસ સળગાવેલું રાખજો. અન્યાયનાં અંધારાને દુર કરીને ન્યાયનો પ્રકાશ ફેલાવવાનો છે. તમામ તાકાત સાથે લડવાનું છે અને જીતવાનું પણ છે. નવયુવાન છીએ સંઘર્ષ સિવાય બીજુ કરવાનું પણ શું છે ?