Vaccine ની કિંમત પર ભારત બાયોટેક બોલ્યું- 150 રૂપિયામાં લાંબા સમય સુધી સપ્લાય કરવી સંભવ નથી
દેશમાં કોરોના વિરૂદ્ધ ચાલી રહેલા રસીકરણમાં કેન્દ્ર સરકાર વેક્સિન નિર્માતા કંપની ભારત બાયોટેક અને સીરમ પાસેથી પ્રતિ ડોઝ 150 રૂપિયાની કિંમતે રસી ખરીદી રહી છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ વેક્સિન નિર્માતા કંપની ભારત બાયોટેકે મંગળવારે કહ્યું કે, સરકારને 150 રૂપિયા પ્રતિ ડોઝની કિંમતમાં કોવૈક્સીનની સપ્લાય કરવી લાંબા સમય સુધી સંભવ નથી. મહત્વનું છે કે કેન્દ્ર સરકાર કોવિશીલ્ડની નિર્માતા સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII) અને કોવૈક્સીન બનાવનારી ભારત બાયોટેક પાસે વેક્સિન પ્રતિ ડોઝ 150 રૂપિયાની કિંમતે ખરીદી રહી છે. કંપનીએ કહ્યું કે, તેથી ખાનગી બજારોમાં ખર્ચના ભાગને ઓફસેટ કરવા માટે એક ઉચ્ચ કિંમતની જરૂરીયાત હોય છે.
ભારત બાયોટેકનું આ નિવેદન તે ચર્ચા બાદ આવ્યું છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટિટ્યુટ પાસે રસીનો બીજીવાર ભાવતોલ કરાવી શકે છે. હવે 21 જૂનથી ફ્રી રસીકરણની નીતિ લાગૂ થવા જઈ રહી છે. તેવામાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે 21 જૂન પહેલા કેન્દ્ર સરકાર કંપનીઓ પાસે રસીની કિંમતને લઈને બીજીવાર ભાવતાલ કરાવી શકે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube