બિહાર ચૂંટણી પહેલાં RLSP નેતા ઉપેન્દ્ર કુશવાહાની એનડીએમાં થઇ શકે છે વાપસી

બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar election 2020) પહેલાં એક મોટા સમાચાર આવી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને આરએલએસપી લીડર ઉપેંદ્ર કુશવાહની એનડીએમાં વાપસી થઇ શકે છે.

બિહાર ચૂંટણી પહેલાં RLSP નેતા ઉપેન્દ્ર કુશવાહાની એનડીએમાં થઇ શકે છે વાપસી

નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar election 2020) પહેલાં એક મોટા સમાચાર આવી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને આરએલએસપી લીડર ઉપેંદ્ર કુશવાહની એનડીએમાં વાપસી થઇ શકે છે. સૂત્રોના હવાલેથી સમાચાર છે કે કુશવાહાની વાપસીને લઇને વાત થઇ ગઇ છે. તમને જણાવી દઇએ કે લોકસભા ચૂંટણી પહેલાં કુશવાહા એનડીએથી અલગ થઇ ગયા હતા. 

સુબામાં ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ નથી. પરંતુ કમિશનની ટીમ પહોંચતાં પહેલાં જ એનડીએમાં સામેલ સીટ શેરીંગને લઇને એક્ટિવ થઇ ગયા હતા. 

સૂત્રોના અનુસાર આરએલએસપી જલદી જ એનડીએમાં સામેલ થઇ શકે છે અને અંદરખાને તે સંબંધિત તમામ મુદ્દાઓ પર સહમતિ બની ચૂકી છે. અને બસ થોડા દિવસોમાં ઔપચારિક જાહેરાત થઇ જશે. 

2019માં મહાગઠબંધન સાથે હતી RLSP
અત્રે ઉલ્લેખનીય છે કે ઉપેન્દ્ર કુશવાહએ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન એનડીએનો સાથે છોડીને મહાગઠબંધનના હમસફર બનવાની રાહ પસંદ કરી હતી. આ દરમિયાન તેમણે બિહાર સરકારની કાર્યશૈલી પર સાઅલ ઉઠાવ્યા હતા. 

તાજેતરમાં માંગ્યું હતું રાજીનામું
ઉપેન્દ્ર કુમારએ બિહારમાં આવેલા પુર અને કોરોના મહામારીને લઇને કહ્યું હતું કે બંને એવી સમસ્યાઓ છે જેને લઇને બિહારની જનતા કંટાળી ગઇ છે અને તબાહ થઇ ગઇ છે. કુશવાહાએ કહ્યું હતું કે 'નીતીશ કુમાર 15 વર્ષથી બિહારની ગાદી પર બેઠા છે અને કોરોના સંકટ શરૂ થયું તો અંડરગ્રાઉન્ડ થઇ ગયા છે એટલા માટે તે અપીલ અપીલ કરે છે કે સરેન્ડર કરવાનું છે તો સંપૂર્ણ કરો અને જનતા પાસેથી માંફી માંગી ખુરશી છોડીને અલગ થઇ જાવ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news