દરેક મંત્રીની ઓફીસમાં RSSનો એક માણસ બેસીને આદેશો આપે છે: રાહુલ ગાંધી

હાલમાં જે પ્રકારનો ઘટનાક્રમ બની રહ્યો છે તેનાં કારણે દેશની કેટલીક સંસ્થાઓની હસ્તી પર પણ શંકા ઉદ્ભવી રહી છે

દરેક મંત્રીની ઓફીસમાં RSSનો એક માણસ બેસીને આદેશો આપે છે: રાહુલ ગાંધી

દાવણગેરે : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર આરોપ લગાવ્યો કે તેઓ અલગ અલગ સંસ્થાઓમાં આરએશએશનાં લોકો બેસાડીને આરએસએસ પોતાની મનમાની કરાવી રહ્યું છે. જેનાં કારણે આ સંસ્થાઓનાં નિરાદર તો થઇ જ રહ્યો છે સાથે સાથે આ સંસ્થાઓનાં માળખા પણ ધ્વસ્ત થઇ રહ્યા છે. રાહુલે શહેરનાં વેપારીઓ સાથે વાત કરતા કહ્યું કે, જો કોંગ્રેસ સત્તામાં આવે છે, તો તે આ સંસ્થાઓને આરએસએસનાં નિયંત્રણથી મુક્ત કરાવશે.

રાહુલે કહ્યું કે, હું નથી જાણતો કે તમને ખ્યાલ છે કે પ્રત્યેક મંત્રીનાં કાર્યાલયમાં આરએસએસનો એક માણસ બેઠેલો હોય છે અને આદેશ આપી રહ્યો છે. માટે તમે શું આશા કરી શકો છો... સંસ્થાઓનાં નિરાદરની સેવા. આ ઢાંચાનાં કારણે દેશની બેંકિંગ પ્રણાલી ધ્વસ્ત થઇ ગઇ છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, નીરવ મોદી અને મેહુલ ચોકસી કોણ છે ?  તેમણે કહ્યું કે, જ્યારે તમે ભારતીય રિઝર્વ બેંક, (RBI) જેવી સંસ્થાઓનું સન્માન નથી કર્યું, ત્યારે આ લોકોનો ઉદય થયો. તેમણે કહ્યું કે, અમે પીયૂષ ગોયલ (ગોટાળામાં નામ આવવું)ને પણ જોઇ રહ્યા છીએ.

રાહુલે કહ્યું કે, ભાગેડું હીરા વેપારી નીરવ મોદી અને તેનાં નજીકનાં સંબંધીઓ ચોક્સી પંજાબ નેશનલ બેંક ગોટાળા મુદ્દે કેન્દ્રમાં છે. ઉલ્લેખનીય છે કે, રાહુલે એક કંપનીનાં 650 કરોડ રૂપિયાની લોન ચુકવણી તેનાં પ્રમોટર દ્વારા નહી કરવાથી કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સાથે કથિત સંબંધો હોવાની વાત સાથે તેનાં પર નિશાન સાધ્યું હતું.

રાહુલે કહ્યું કે, આરબીઆઇનાં પુર્વ ગવર્નર રઘુરામ રાજને નોટબંધી વિરુદ્ધ મંતવ્ય વ્યક્ત કર્યું હતું. મુખ્ય આર્થિક સલાહકાર, કેન્દ્રીય નાણા મંત્રી અને સમગ્ર કેબિનેટ પણ વડાપ્રધાનની યોજનાથી અજાણ હતું. તેમણે આરોપ લગાવ્યો કે, નોટબંધી પહેલા સમગ્ર કેબિનેટને રૂમમાં બંધ કરી દેવામાં આવ્યા. તે લોકોને કેબિનેટની બહાર પણ નિકળવા દેવામાં આવ્યા નહોતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news