2020માં ભારતને મળશે જબરદસ્ત અભેદ્ય મિસાઈલ સિસ્ટમ, મિસાઈલોનો હવામાં જ ખુડદો બોલાવશે

વાયુસેના(Air Force) એ વર્ષ 2019માં પાકિસ્તાન (Pakistan) ની અંદર ઘૂસીને આતંકીસ્તાનને તબાહ કરી નાખ્યું. 2020માં ભારતને મળવાની છે એસ-400 ડિફેન્સ સિસ્ટમ.

2020માં ભારતને મળશે જબરદસ્ત અભેદ્ય મિસાઈલ સિસ્ટમ, મિસાઈલોનો હવામાં જ ખુડદો બોલાવશે

નવી દિલ્હી: વાયુસેના(Air Force) એ વર્ષ 2019માં પાકિસ્તાન (Pakistan) ની અંદર ઘૂસીને આતંકીસ્તાનને તબાહ કરી નાખ્યું. 2020માં ભારતને મળવાની છે એસ-400 ડિફેન્સ સિસ્ટમ. આ સિસ્ટમ આવ્યાં બાદ ભારતને કર્ણનું સુરક્ષા કવચ મળી જશે. એટલે કે એટલું અભેદ્ય કે કોઈ તેને ભેદ કરી શકશે નહીં. કોઈ આપણી સરહદની અંદર દાખલ થઈ શકશે નહીં. જે કોશિશ પણ કરશે તો તેને હવામાં જ ખતમ કરી નાખવામાં આવશે. આ સિસ્ટમ ફાઈટર જેટને હવામાં જ નષ્ટ કરી નાખે છે. મિસાઈલોને હવામાં જ ખતમ કરી દે છે. હેલિકોપ્ટર પર વાર કરવો એ તેના માટે સાવ સામાન્ય વાત છે. રડારથી અદ્રશ્ય થયેલા વિમાન ઉપર પણ એટેકની ગેરંટી લઈ શકે છે. 2020માં હિન્દુસ્તાનની સેના પાસે આવું જબરદસ્ત ઘાતક હથિયાર આવવાનું છે. એસ-400 ભારતીય સેના માટે 2020માં સૌથી મોટી તાકાત બનવાનું છે. 

ભારતની હવાઈ સુરક્ષાને ચુસ્ત બનાવવા માટે રશિયા પાસેથી ભારતનું બ્રહ્માસ્ત્ર S400 એર ડિફેન્સ સિસ્ટમ આવી રહી છે. જે દિવસે ભારતીય વાયુસેના પાસે S 400 આવી ગઈ તે પછી ભારતના આકાશમાં દુશ્મન તો છોડો...કોઈ પક્ષી પણ પ્રવેશી શકશે નહીં. આ હથિયારનું નામ છે S-400 Triumf જે રશિયાનું  Next-Generation  એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ છે. આ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમના આવવાથી ફક્ત ભારતની અવકાશી સુરક્ષા જ મજબુત નહીં થાય પરંતુ ભારતની હવાઈ સરહદો પહેલા કરતા વધુ સુરક્ષિત બનશે. 

શું છે ખાસિયતો?

- S-400 Triumf એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ ત્રણ પ્રકારની અલગ અલગ મિસાઈલ છોડી શકે છે. 
- તે ઓછા અંતરથી લઈને લાંબા અંતર સુધી મંડરાઈ રહેલા કોઈ પણ એરિયલ ટાર્ગેટને આંખના પલકારામાં જ નષ્ટ કરી શકે છે. 
- એટલું જ નહીં આકાશમાં ફૂટબોલના આકારની કોઈ પણ ચીજ જો મંડરાતી જોવા મળશે તો આ મિસાઈલ સિસ્ટમ તેને ડિટેક્ટ કરીને નષ્ટ કરી શકે છે. 
- આ મિસાઈલ સિસ્ટમ પહેલા પોતાના ટાર્ગેટને સપોર્ટ કરે છે અને પછી તેને ઓળખે છે. 
- ઓળખ થયા બાદ મિસાઈલ સિસ્ટમ તેને મોનિટર કરવાનું શરૂ કરી દે છે. ત્યારબાદ તેનું લોકેશન ટ્રેક કરે છે.
- ખાસ વાત એ પણ છે કે આ સિસ્ટમને હુમલા માટે તૈયાર થતા 5 મિનિટથી વધુ સમય લાગતો નથી. 
- સૌથી વધુ રસપ્રદ વાત એ છે કે S-400 Triumf એર ડિફેન્સ સિસ્ટમને સેનાના ત્રણેય અંગો એટલે કે વાયુસેના, જળસેના, અને થળસેનાના યુનિટ્સમાં સામેલ કરવામાં આવી શકે છે. હજુ આ એર ડિફેન્સ સિસ્ટ ફક્ત રશિયાની સેના પાસે છે. રશિયાની સેનાની 12 Anti-Aircraft Rocket Regiment ની 25 બટાલિયનમાં એસ-400ના 200 લોન્ચર છે. 

જુઓ LIVE TV

રશિયાએ S-400 ચીનને વેચી છે અને હવે જ્યારે ભારત પાસે પણ S-400 આવી જશે તો  ચીન ભારતને આંખ દેખાડી શકશે નહીં. આ સાથે જ પાકિસ્તાન માટે પણ સૌથી ખરાબ ખબર સાબિત થશે કારણ કે વર્ષ 2020 PoKની આઝાદીનું વર્ષ થવા જનાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news