)
નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન વચ્ચે દુબઈમાં રમાયેલી ક્રિકેટ મેચને લઈને દેશમાં રાજકીય હંગામો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે દાવો કર્યો કે આ મેચ ફિક્સ હતી. આ મેચથી પાકિસ્તાનને 1000 કરોડ રૂપિયાનો ફાયદો થયો.
શિવસેના (યુબીટી) ના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે સોમવાર (15 સપ્ટેમ્બર) એ પત્રકાર પરિષદ યોજી કહ્યુ- મેચ રમાવી સરકારની નિર્લજતા છે. દુબઈ, અબૂધાબી, ગમે ત્યાં મેચ રમાઈ હોઈ. જો ભારત-પાકિસ્તાન મેચ રમાઈ તો આ આપણી સેનાનું, શહીદોનું, મહિલાઓનું અપમાન છે. મેચ રમવાથી શું સિંદૂર પરત આવશે?
દોઢ લાખ કરોડ રૂપિયાનો સટ્ટો લાગ્યોઃ સંજય રાઉત
તેમણે કહ્યુ, 'મેચ થવાથી 1000 કરોડ રૂપિયા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મળ્યા છે. દોઢ લાખ કરોડ રૂપિયાનો સટ્ટો લાગ્યો. મેચ ફિક્સ હતી. તેમાંથી 50 હજાર કરોડ રૂપિયા પાકિસ્તાનને ગયા.'
VIDEO | Mumbai: Shiv Sena (UBT) MP Sanjay Raut on the India-Pakistan Asia Cup match says, “It’s a shamelessness that the match happened. It’s a disrespect to our Armed Forces, those who lost their lives in Pahalgam, and the women who lost their 'sindoor'. PCB got Rs 1,000 crore.… pic.twitter.com/B0edbg9Mt2
— Press Trust of India (@PTI_News) September 15, 2025
સંજય રાઉતે કહ્યુ, 'આઈએમએફ અને એશિયન ડેવલોપમેન્ટ બેંકને તમે કહ્યું લોન ન આપો. કારણ કે આ પૈસાનો ઉપયોગ આતંકી ગતિવિધિમાં થશે. કાલે જે ભારતની મદદથી પાકિસ્તાનને પૈસા મળ્યા, તેનું શું.' આઈસીસી ચેરમેને પૈસા આપ્યા. આ તો આતંકવાદમાં જ પૈસાનો ઉપયોગ થશે. સુનીલ ગાવસ્કરનો આભાર માનું છે તેમણે કહ્યુ કે ભારત સરકારે આ મેચની મંજૂરી આપી.
શિવસેના (યુબીટી) એ કરી હતી આંદોલનની જાહેરાત
મહત્વનું છે કે શિવસેના (યુબીટી) એ મેચ પહેલા જ આંદોલનની જાહેરાત કરી દીધી હતી. શિવસેનાએ સિંદૂર રક્ષા આંદોલન ચલાવ્યું. હકીકતમાં વિપક્ષી પાર્ટીઓનું કહેવું હતું કે પહેલગામ આતંકી હુમલા બાદ ભારત-પાક વચ્ચે મેચ ન રમાવી જોઈએ.
ભારતે એશિયા કપના મહામુકાબલામાં રવિવારે (14 સપ્ટેમ્બર) પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 127 રન બનાવી શકી હતી. તો ભારતે 15.5 ઓવરમાં 3 વિકેટ પર 131 રન બનાવી મેચ 7 વિકેટથી જીતી લીધી હતી.