AAPને કુમાર પર નથી 'વિશ્વાસ', સંજય સિંહ બન્યાં રાજ્યસભા માટેના ત્રીજા ઉમેદવાર

આમ આદમી પાર્ટીએ રાજ્યસભાની ચૂંટણી માટે પોતાના ત્રણ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. 

AAPને કુમાર પર નથી 'વિશ્વાસ', સંજય સિંહ બન્યાં રાજ્યસભા માટેના ત્રીજા ઉમેદવાર

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીએ રાજ્યસભાની ચૂંટણી માટે પોતાના ત્રણ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ માટે પાર્ટીએ સંસ્થાપક સંજય સિંહ, એનડી ગુપ્તા અને સંજીવ ગુપ્તાના નામોની અધિકૃત રીતે જાહેરાત કરી દીધી છે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ આ ઉમેદવારોના નામની જાહેરાત કરી. આ બાજુ રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત થતા જ પાર્ટીના બળવાખોર નેતા કુમાર વિશ્વાસે કહ્યું કે પાર્ટીએ તેમને શહીદ કરી દીધો અને તેઓ પોતાની શહાદત સ્વીકારે છે. તેમણે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવ્યાં કે અરવિંદ સાથે અસહમત રહીને કોઈ પાર્ટીમાં રહી શકે નહીં. 

ગત છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં રાજ્યસભા સીટોને લઈને ચાલી રહેલી મથામણનો આજે પાર્ટીની પોલિટિકલ અફેયર્સ કમિટીની બેઠક બાદ અંત આવ્યો. પાર્ટીએ આજે પોતાના ત્રણ ઉમેદવારો સંજય સિંહ, એનડી ગુપ્તા, અને સંજીવ ગુપ્તાના નામોની જાહેરાત કરી દીધી. પાર્ટીના આ એલાન સાથે જ કુમાર વિશ્વાસના નામને લઈને ચાલી રહેલી અટકળો પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયું. કુમાર વિશ્વાસ હવે આમ આદમી પાર્ટી તરફથી રાજ્યસભા જઈ શકશે નહીં. અત્રે જણાવવાનું કે દિલ્હીથી રાજ્યસભાની ત્રણ બેઠકો માટે 16 જાન્યુઆરીએ ચૂંટણી થશે. 5 જાન્યુઆરી સુધી નામાંકન ભરવામાં આવશે. 

સંજય સિંહ: સંજય સિંહ આમ આદમી પાર્ટીના સંસ્થાપક સભ્ય છે. ઉત્તર પ્રદેશના સુલ્તાનપુરમાં જન્મેલા સંજય સિંહે પાર્ટીની રચના અગાઉ ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલનમાં પણ સક્રિય ભૂમિકા ભજવી હતી. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં તેઓ પાર્ટી તરફથી પંજાબ પ્રભારી પણ રહ્યાં. પંજાબ ચૂંટણી બાદ તેઓ હાંસિયામાં ધકેલાયા હતાં.

સુશીલ ગુપ્તા: સુશીલ ગુપ્તા વ્યવસાયે કારોબારી છે. હરિયાણા, દિલ્હીમાં તેમના અનેક શિક્ષા સંસ્થાન છે અને હોસ્પિટલો છે. પહેલા તેઓ કોંગ્રેસ પાર્ટીમાં હતાં પરંતુ થોડા સમય પહેલા જ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. પાર્ટીએ હરિયાણામાં પોતાનો પાયો મજબુત કરવાના હેતુથી સુશીલ ગુપ્તાને ટિકિટ આપી છે. કોંગ્રેસમાં હતાં ત્યારે સુશીલ ગુપ્તાએ અરવિંદ કેજરીવાલ પર ખુબ આરોપ લગાવ્યાં હતાં. કેજરીવાલ પર જનતાની કમાણીને પ્રચારમાં પાણીની જેમ વહાવવાનો આરોપ લગાવતા તેમણે દિલ્હીમાં પોસ્ટરો પણ લગાવ્યાં હતાં. આ માટે તેમણે એક હસ્તાક્ષર અભિયાન પણ ચલાવ્યું હતું. 

એનડી ગુપ્તા: તેઓ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને ઈન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયાના ઉપાધ્યક્ષ પણ છે. એનડી ગુપ્તા ગત બે વર્ષથી આમ આદમી પાર્ટીના આવકવેરા વિભાગ સંબંધિત મામલાઓની દેખરેખ કરી રહ્યાં છે. 

બળવાખોર થયા કુમાર વિશ્વાસ: કુમાર વિશ્વાસે રાજ્યસભાની ટિકિટ ન મળવા બદલ પ્રતિક્રિયા આપતા કહ્યું કે છેલ્લા દોઢ વર્ષથી જે સચ્ચાઈઓને તેમણે ઉઠાવી છે તેનું તેમને પરિણામ મળ્યું છે. તેમને સાચુ બોલવાની સજા મળી છે. પાર્ટી દ્વારા રાજ્યસભા મોકલનારા ઉમેદવારોના નામની જાહેરાત સાથે જ કુમાર વિશ્વાસ પાર્ટીમાં હાંસિયામાં ધકેલાઈ ગયા છે. જો કે પાર્ટી તરફથી તેઓ રાજસ્થાનના પ્રભારી છે. કુમાર વિશ્વાસ રાજ્યસભાની દાવેદારીને લઈને પાર્ટીમાંથી બળવો પણ કરી ચૂક્યા છે. તેમના સમર્થકોએ ગત દિવસોમાં પાર્ટી મુખ્યાલય ખાતે કુમારને ટિકિટને માંગણી આપવાની માગણી સાથે તંબુ લગાવ્યો  હતો. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news