મેરઠના સૌરભ હત્યાકાંડમાં મુસ્કાન-સાહિલની કરતૂતો અંગે થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો, પોલીસ પણ ચોંકી

Saurabh Rajput Murder Case: ઉત્તર પ્રદેશના મેરઠમાં થયેલા સૌરભ રાજપૂતની હત્યાના મામલાએ દેશમાં હડકંપ મચાવ્યો છે. લોકો આઘાતમાં સરી પડ્યા છે કે આખરે એક પત્ની આવી નિર્દયી કઈ રીતે થઈ શકે? આ કેસમાં રોજ નિતનવા ખુલાસા થાય છે. અને આવો જ એક ખુલાસો થયો છે જેણે બધાને હચમચાવી નાખ્યા છે. 

મેરઠના સૌરભ હત્યાકાંડમાં મુસ્કાન-સાહિલની કરતૂતો અંગે થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો, પોલીસ પણ ચોંકી

મેરઠના સૌરભ હત્યાકાંડમાં આરોપી પત્ની મુસ્કાન અને તેનો બોયફ્રેન્ડ સાહિલ જેલમાં છે. પરંતુ બંનેની કરતૂતો અંગે રોજ એવા એવા ખુલાસા થઈ રહ્યા છે કે વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ પડે. મીડિયા રિપોર્ટ મુજબ હવે એવું જાણવા મળ્યું છે કે મુસ્કાન અને સાહિલ પહેલા સૌરભની લાશને એક સૂટકેસમાં ભરીને ઠેકાણે લગાવવાનું ષડયંત્ર કરી રહ્યા હતા પરંતુ તેમા નિષ્ફળ ગયા બાદ તેમણે ડ્રમવાળો આઈડિયા અજમાવ્યો. પોલીસને સૌરભના ઘરેથી અનેક અન્ય પુરાવાની સાથે  સાથે એક લોહી લાગેલી સૂટકેસ પણ મળી છે અને ત્યારબાદ આ શક પેદા  થયો છે. 

મીડિયા રિપોર્ટ મુજબ પતિ સૌરભની હત્યા કર્યા બાદ મુસ્કાને બોયફ્રેન્ડ સાહિલ સાથે હિમાચલ પ્રદેશના એક મંદિરમાં લગ્ન કર્યા હતા. અહીં તેમણે નશામાં ધૂત થઈને અનેક દિવસો સુધી જબરદસ્ત મસ્તી કરી હતી. જેના કારણે હવે શક છે કે મુસ્કાન સાહિલથી ગર્ભવતી હોઈ શકે છે, જેના કારણે જેલ પ્રશાસન મુસ્કાનનો પ્રેગ્નેન્સી ટેસ્ટ કરાવી શકે છે. આ બધા વચ્ચે મુસ્કાન અને સાહિલની જે નવી તસવીરો અને વીડિયો સામે આવ્યા છે તેનાથી જાણવા મળ્યું કે તેમને હત્યાનો રત્તીભર અફસોસ નથી. 

આ તસવીરોમાં હત્યા બાદ તેઓ નશામાં ધૂત થઈને મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. મેરઠ પોલીસે મંગળવારના રોજ એકવાર ફરીથી સૌરભના તે ભાડાના મકાનની તપાસ કરી જ્યાં સૌરભની હત્યા થઈ હતી. પોલીસે હત્યાવાળી જગ્યા એટલે કે સીન ઓફ ક્રાઈમને પહેલેથી જ સીલ કરી દીધો હતો. ત્યારબાદ હવે તે રૂમની બારીકાઈથી ફોરેન્સિક તપાસ કરવામાં આવી. પોલીસે ઘરની દરેક દીવાલો અને સાથે સાથે રૂમમાં રાખવામાં આવેલા અલગ અલગ સામાનની તપાસ કરી અને ફોરેન્સિક તપાસ માટે નમૂના ભેગા કર્યા. 

મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે સૌરભના ઘરેથી એક એવી સૂટકેસ મળી જેમાં લોહીના ધબ્બા હતા. આવામાં એવો શક છે કે કદાચ મુસ્કાન અને સાહિલે સૌરભની હત્યા કર્યા બાદ પહેલા તેની લાશને સૂટકેસમાં ભરવાની કોશિશ કરી. પરંતુ કદાચ આ કોશિશ નિષ્ફળ ગઈ અને ત્યારબાદ તેમણે સૌરભની લાશને ડ્રમમાં નાખી અને તેની સિમેન્ટથી સીલ કરી દીધી. તેમને વિશ્વાસ હતો કે આ રહસ્ય ક્યારેય બહાર આવશે નહીં પરંતુ દુર્ગંધ  અને મુસ્કાનના કબૂલનામાથી બધુ સામે આવી ગયું. 

પોલીસની ટીમે સૌરભના ઘરેથી તકિયા, ચાદર, વાસણો સહિત અને ચીજો જપ્ત કરી છે. આ ઉપરાંત લોહીના ડાઘાના પણ નમૂના ભેગા કર્યા છે. સૌથી આઘાતજનક જે વાત સામે આવી રહી છે તે નિર્મમ હત્યા બાદ મુસ્કાન અને સાહિલ જે રીતે હિમાચલ પ્રદેશ ગયા અને વીડિયો શૂટ કર્યા તે છે. કસોલના એક વીડિયોમાં બંને નશામાં ઝૂમતા જોવા મળે છે. ડાન્સ કરતા જોવા મળે છે. 

મુસ્કાન ડાન્સ કરતા કરતા વારંવાર સાહિલને ભેટી રહી છે અને એકવાર તો ડાન્સ કરતા નીચે પડી જાય છે. ત્યારબાદ સાહિલ અન્ય લોકોની મદદથી તેને ઉઠાવે છે. મેરઠ જેલમાં હવે સાહિલનો લૂક બદલાયેલો જોવા મળે છે. અસલમાં જેલ પ્રશાસને તેના લાંબા વાળ અને માથા પર જે અંબોડા જેવું હતું તે કાઢી નખાવ્યું છે. જેલના નિયમો મુજબ કોઈ કેદીને જરૂરિયાત કરતા વધુ લાંબા વાળ રાખવાની મંજૂરી નથી. 

જો કે જે પ્રશાસનનું એવું પણ કહેવું છે કે સાહિલે પોતે જ પોતાના વાળ કપાવવાનું કહ્યું હતું. તેની ઈચ્છા મુજબ હવે વાળ એકદમ નાના કરી દેવાયા છે. બુધવારે સાહિલની નાની પણ જેલમાં મળવા માટે પહોંચી હતી. તેમણે કહ્યું કે તેમના તેમના પૌત્ર કરતા વધુ અફસોસ સૌરભનો છે. જેનું મુસ્કાન અને સાહિલે હત્યા કરી. આ પહેલા જેલ પહોંચ્યા બાદ બંનેએ એક સાથે રહેવાની જીદ પકડી હતી. પરંતુ જેલ અધિકારીઓએ તેની મંજૂરી આપી નહીં. 

જેલ પ્રશાસન સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું કે જો બંને પરિણીત હોવાનું પ્રમા આપે તો તેમને નિયમ મુજબ જેલમાં ક્યારેક ક્યારેક મળવા દેવામાં આવશે પરંતુ સાથે રહેવાની મંજૂરી તો પણ નહીં મળે. જેલમાં આવ્યા બાદ બંનેની નશો ન મળવાના કારણે હાલત ખરાબ થઈ હતી. ત્યારબાદ બંનેને જેલમાં જ ડિ-એડિક્શન સેન્ટર એટલે નશામુક્તિ કેન્દ્રમાં ભરતી કરાવ્યા હતા. ધીરે ધીરે તેમની હાલતમાં સુધારો થાય છે. સાહિલ અને મુસ્કાન હવે નશા વગર જીવવાની આદત પાડવા લાગ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news