સૌરભના ટુકડાં કરી નાખનારી મુસ્કાને હત્યા પહેલા પતિ સાથે કર્યો હતો ખુબ ડાન્સ, અંતિમ Video વાયરલ
Watch Video: અત્યંત ઘાતકી રીતે પતિની હત્યાનો જેના પર આરોપ લાગ્યો છે તે મુસ્કાન રસ્તોગી અને તેના પતિ સૌરભ રાજપૂતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
Trending Photos
Meerut Muskaan dance Video: મેરઠમાં સૌરભ રાજપૂત હત્યાકાંડ પહેલાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં મુસ્કાન રસ્તોગી તેના પતિ સૌરભ સાથે ડાન્સ કરતી જોવા મળે છે. એવું કહેવાય છે કે આ વીડિયો તેમની પુત્રીના જન્મદિવસનો છે. હવે આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. મુસ્કાન અને સૌરભની પુત્રીનો 28 ફેબ્રુઆરીના રોજ જન્મદિવસ હતો. પણ સૌરભને શું ખબર હતી કે આ તેનો કદાચ છેલ્લો ડાન્સ હશે. વીડિયોમાં સૌરભ તેની પત્ની અને પુત્રી સાથે હસતો જોવા મળે છે. પરંતુ આ હાસ્ય પાછળ પણ એક ખૌફનાક ષડયંત્ર હશે તેની કોને ખબર હતી. કદાચ સૌરભને પણ તેનો અંદાજો નહીં હોય.
સૌરભ લંડનમાં નોકરી કરતો હતો અને પુત્રી પીહૂનો જન્મદિવસ ઉજવવા માટે મેરઠ આવ્યો હતો. આ સાથે જ તે તેના પાસપોર્ટને પણ રિન્યૂ કરાવવા ઈચ્છતો હતો. જેથી કરીને જલદી પાછો ફરી શકે. પરંતુ આ યોજના સફળ થઈ નહીં. ષડયંત્ર હેઠળ તેનો પાસપોર્ટ છૂપાઈ દેવામાં આવ્યો અને તેની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું.
વાયરલ વીડિયોમાં સૌરભની અંતિમ પળો કેદ
સૌશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સૌરભ, મુસ્કાન અને તેમની પુત્રી પીહૂ ખુશીથી ડાન્સ કરતા જોવા મળે છે. પુત્રીનો જન્મદિવસ ઉજવતા જોવા મળે છે. પરંતુ કોને ખબર હતી કે આ જશ્ન અંતિમ હશે. તેની પત્ની મુસ્કાન પર જ હત્યાનો આરોપ લાગ્યો છે. જે દિવસ પરિવાર માટે એક ખાસ દિવસ હોવો જોઈતો તો તે ગણતરીની પળોમાં માતમમાં ફેરવાઈ ગયો. માસૂમ પીહૂ જે તે દિવસે પિતા સાથે હસતી રમતી હતી તે હવે અનાથ થઈ ગઈ છે. તેને એ પણ ખબર નથી કે તે પિતાને હવે ક્યારેય જોઈ શકશે નહીં.
મળતી માહિતી મુજબ સૌરભ જ્યારે મેરઠ આવ્યો તો ત્યારે જ તેની હત્યાની યોજના બનાવી લેવાઈ હતી. આરોપીઓએ પહેલા તેનો પાસપોર્ટ છીનવી લીધો જેથી કરીને તે પાછો ન જઈ શકે. જ્યારે સૌરભને આ ષડયંત્રની ખબર પડી ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હતું. આરોપીઓના જેલમાં ગયા બાદ પણ પોલીસે પોતાની તપાસ ચાલુ રાખી છે.
જુઓ Video
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે