પપ્પાએ પ્રેમથી આપેલું સ્કૂટી યુવતી શરમની મારી વાપરી જ નથી શકતી, કારણ છે આ નંબરપ્લેટ
જરા વિચારો કે તમારી નવી ગાડીનો નંબર તમારા માટે મુસીબત અને શરમનું કારણ બની જાય તો તમે શું કરો? આવું જ કઈક દિલ્હીમાં કોલેજ જતી એક યુવતી સાથે થયું. વાત જાણે એમ છે કે આ યુવતીનો ગત મહિને જન્મદિવસ હતો અને પિતાએ બર્થડે ગિફ્ટ તરીકે સ્કૂટી આપ્યું. જેની નંબર પ્લેટ એટલી વિચિત્ર આવી કે યુવતી માટે શરમનું કારણ બની ગઈ.
Trending Photos
નવી દિલ્હી: જરા વિચારો કે તમારી નવી ગાડીનો નંબર તમારા માટે મુસીબત અને શરમનું કારણ બની જાય તો તમે શું કરો? આવું જ કઈક દિલ્હીમાં કોલેજ જતી એક યુવતી સાથે થયું. વાત જાણે એમ છે કે આ યુવતીનો ગત મહિને જન્મદિવસ હતો અને પિતાએ બર્થડે ગિફ્ટ તરીકે સ્કૂટી આપ્યું. જેની નંબર પ્લેટ એટલી વિચિત્ર આવી કે યુવતી માટે શરમનું કારણ બની ગઈ.
આ ઘટના દિલ્હીની છે જ્યાં યુવતી હવે આ સ્કૂટી પર બહાર નીકળવા જ નથી માંગતી. યુવતી ફેશન ડિઝાઈનની વિદ્યાર્થીની છે. તે જનકપુરીથી નોઈડાની મુસાફરી દિલ્હી મેટ્રોથી કરે છે. પરંતુ મુસાફરીમાં લાગતા વધુ સમયના કારણે તથા ભીડથી બચવા તેણે પપ્પા પાસે સ્કૂટીની માગણી કરી. પપ્પાએ પણ એક વર્ષ બાદ તેની માગણી સંતોષી અને દિવાળી પર યુવતીને સ્કૂટી ગિફ્ટમાં આપી. પરંતુ ગાડીનો નંબર કઈક એવો વિચિત્ર આવ્યો કે હવે યુવતી અને પરિવારે શરમ અનુભવવાનો વારો આવી ગયો છે.
યુવતીની સ્કૂટીને આરટીઓ તરફથી જે નંબર મળ્યો તેની વચ્ચેના અંકોમાં SEX આલ્ફાબેટ્સ હતા. સ્કૂટીનો રજિસ્ટ્રેશન નંબર DL 3 SEX**** છે. હવે આ કારણસર આવતા જતા લોકો આ સ્કૂટીને જોઈને કટાક્ષ કરે છે. જેવો યુવતીને આ નંબર મળ્યો કે લોકોએ જોયા બાદ મજાક ઉડાવવાની શરૂ કરી દેતા હવે પરિવાર માટે આ સ્કૂટી મુસીબત બની છે.
યુવતીએ પિતાને આ નંબર બદલવાની વાત કરી. દિલ્હી આરટીઓના એક અધિકારી સાથે વાત કરતા તેમણે આ મામલે કહ્યું કે લગભગ દસ હજાર ગાડીઓને આ સિરીઝના નંબર અલોટ થયા છે. લોકોના ટોણાથી યુવતીનું હવે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. યુવતી નંબર પ્લેટ બદલવા માંગે છે પરંતુ સવાલ એ છે કે શું એ શક્ય છે ખરા? આજતકના રિપોર્ટ મુજબ કમિશનર ઓફ દિલ્હી ટ્રાન્સપોર્ટ કે.કે દહિયાએ કહ્યું કે એકવાર ગાડીને નંબર પ્લોટ અલોટ થયા બાદ તેને બદલવાની હવે કોઈ જોગવાઈ નથી. કારણ કે આ આખી પ્રક્રિયા એક સેટ પેટર્ન પર ચાલે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
More Stories