આજે મકર રાશિમાં શનિનો પ્રવેશ, 3 રાશિની સાડાસાડીની પનોતી શરૂ થઈ, સર્જાશે મોટી ઉથલપાથલ

saturn enter capricorn: ન્યાયના દેવતા શનિદેવ (Shanidev) આજથી મકર રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. આ પરિવર્તન 30 વર્ષ બાદ થવા જઈ રહ્યું છે. શનિનું રાશિ પરિવર્તન આજે 24 જાન્યુઆરીએ થઈ રહ્યું છે. શનિના મકર રાશિમાં પ્રવેશ કરતા જ વૃશ્ચિક રાશિની સાડા સાડી પૂરી થાય છે. સાથે જ કન્યા અને વૃષભની પણ સાડાસાતીની પનોતી પૂરી થાય છે. શનિવેદ 24 જાન્યુઆરીના રોજ સવારે 9.35 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. જેના બાદ ધન, મકર, કુંભ રાશિ પર શનિની સાડા સાતી તેમજ તુલા અને મિથુન રાશિ પર ઢૈય્યા શરૂ થશે. 

Updated By: Jan 24, 2020, 12:28 PM IST
આજે મકર રાશિમાં શનિનો પ્રવેશ, 3 રાશિની સાડાસાડીની પનોતી શરૂ થઈ, સર્જાશે મોટી ઉથલપાથલ

અમદાવાદ :ન્યાયના દેવતા શનિદેવ (Shanidev) આજથી મકર રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. આ પરિવર્તન 30 વર્ષ બાદ થવા જઈ રહ્યું છે. શનિનું રાશિ પરિવર્તન આજે 24 જાન્યુઆરીએ થઈ રહ્યું છે. શનિના મકર રાશિમાં પ્રવેશ કરતા જ વૃશ્ચિક રાશિની સાડા સાડી પૂરી થાય છે. સાથે જ કન્યા અને વૃષભની પણ સાડાસાતીની પનોતી પૂરી થાય છે. શનિવેદ 24 જાન્યુઆરીના રોજ સવારે 9.35 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. જેના બાદ ધન, મકર, કુંભ રાશિ પર શનિની સાડા સાતી તેમજ તુલા અને મિથુન રાશિ પર ઢૈય્યા શરૂ થશે. 

કેવો રહેશે પ્રભાવ
શનિ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. શનિના રાશિ પરિવર્તનનો રાજકીય, સામાજિક, આર્થિક સ્થિતિઓ પર અસર થાય છે. તેઓને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. તેથી મનુષ્યોને તેઓ કર્મનું ફળ આપે છે. જે લોકો મહેનતથી કર્મ કરવામાં વિશ્વાસ રાખે છે, તેઓને સફળતા પ્રાપ્ત થશે. 

ભાજપથી નારાજ મધુ શ્રીવાસ્તવે ગુસ્સામાં આવીને કરી લાફા મારવાની વાત... જુઓ શું કહ્યું...

  • રાશિઓ પર શું અસર થશે....

મેષ
કરિયર માટે સારો સમય રહેશે. લાભ મળશે. સ્વાસ્થય સારું રહેશે. જો કોઈ વાતથી તકલીફ છે, તો એ તકલીફ પૂરી થવાનો હવે સમય આવી ગયો છે.

વૃષભ
કરિયર માટે સારો સમય રહેશે. ખરાબ વિચારો મનમાંથી દૂર થઈ જશે. નવુ કામ આરંભ કરવાનો સમય આવ્યો છે. રોજગારમાં બદલાવની શક્તયા છે. ધનનું આગમન થશે.

મિથુન
ઢૈય્યા શરૂ થશે. કેટલાક કષ્ટ આવી શકે છે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. ઈજા થઈ શકે છે. પરંતુ વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. જે સમસ્યાઓ આવશે તે સમયની સાથે પૂરી પણ થઈ જશે.

કર્ક
લાંબા સમયથી ચાલી આવતી તકલીફો દૂર થશે. સમય સારો છે. વિદ્યાર્થીઓને સફળતા મળશે. કરિયર માટે સારો સમય છે.

સિંહ
મનમાં આવી રહેલા ખરાબ વિચારો દૂર થશે. વિરોધીઓ પણ હાર માની લેશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. બીમારીઓમાંથી મુક્તિ મળશે.

કન્યા
કરિયર માટે બહુ જ સારો સમય ચાલશે. વિદ્યાર્થીઓને દરેક પ્રકારની સફળતા મળશે. બીમારીઓમાંથી મુક્તિ મળશે. મનમાં આવી રહેલા ખરાબ વિચારો દૂર થશે. 

તુલા
શનિનીની ઢૈય્યા શરૂ થાય છે. જીવનમાં સફળતા મળી શકે છે, જો શનિદેવ કુંડળીમાં સ્વગ્રહી હોય. નહિ તો અવસાદ રહેશે. ભારે વાહનની ખરીદી કરી શકો છો.

વૃશ્ચિક
સમય તમારા પક્ષમાં છે. નવા કાર્યોની શરૂઆત કરી શકો છો. જીવનમાં સફળતા મળશે. લાંબા સમયથી ચાલી રહેલ સ્વાસ્થ્ય સમસ્યાઓ સારી થશે.

ધન
સાડા સાડીનો આરંભ થશે. સમય જ ઉત્તમ રહેશે. પ્રગતિ થશે. નવા ચેલેન્જ મળી શકે છે. ધનનું આગમન થશે. 

મકર
સાડા સાડીનો સમય શરૂ થાય છે. નવા ચેલેન્જ સામે આવશે. સ્વાસ્થ્ય સારું રહેશે. દરેક તરફથી શુભ સમાચાર મળશે.

કુંભ
સાડા સાડીનો આરંભ થશે. નવા અનુબંધ મળશે. લોકોનો સંપર્ક કરો. પ્રગતિનો સમય છે. 

મીન
લાભનો સમય છે. પ્રગતિના યોગ બની રહ્યાં છે. દરેક પ્રકારના લાભ મળશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક