નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની પરિભાષા ઘણા લોકો માટે ફેસબુકથી શરૂ થઈ છે. એવું નથી કે આ પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ નહોતા. ઈન્ટરનેટ અને હાર્ડવેરની પહોંચ ઓછા લોકો સુધી હોવાને કારણે તેની જાણકારી નહોતી. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાની શરૂઆત કરનાર માર્ક ઝુકરબર્ગ કેટલીક વસ્તુને લઈને સતર્ક રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં તેણે એક ફેમેલી ફોટો પોસ્ટ કર્યો, જેમાં તેણે પોતાની દીકરીઓના ફેસને ઇમોજીથી હાઇડ કરી દીધો હતો. માર્ક જ નહીં અન્ય સેલિબ્રિટીઝ પણ પોતાના બાળકોના ફોટાને સોશિયલ મીડિયા પર હાઇડ કરે છે. ત્યાં સુધી કે પોલીસ પણ લોકોને આમ ન કરવાની સલાહ આપે છે, પરંતુ તેનું કારણ શું છે?


કેમ શેર ન કરવો જોઈએ ફોટો?
શરૂઆતમાં તેમ લાગે છે કે સેલિબ્રિટીઝ પોતાના બાળકોના ફેસને પ્રાઇવેસી ચિંતાઓને કારણે હાઇડ કરે છે. પરંતુ હાલમાં અસમ પોલીસે પણ લોકોને આ ન કરવાની સલાહ આપી છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે બાળકોના ફોટો વધુ શેર કરવાથી બચવું જોઈએ. 


પોલીસે લખ્યું- લાઇક્સ ડાર્ક પડી જાય છે, પરંતુ ડિજિટલ ઘાવ રહી જાય છે. તમારા બાળકોને શેયરેટિંગના ખતરાથી બચાવો. સોશિયલ મીડિયા વિશે તમે બાળકો વિશે શું શેર કરો છો તેને લઈને સાવધાન રહો. ડિજિટલ વર્લ્ડમાં તમે જે પણ શેર કરો છો તે હંમેશા માટે રહી જાય છે. તેથી બાળકોના મામલામાં સાધાન રહેવું જોઈએ. આવો જાણીએ તેની કેટલીક ડિટેલ્સ.


આ પણ વાંચોઃ જો નથી ચુકવી શકતા લોન તો પહેલા જરૂર કરો આ કામ, જાણો તમારા કાનૂની અધિકાર


આ વાતો પર આપો ધ્યાન
કારણ કે બાળકો સોશિયલ મીડિયા વિશે કંઈ જાણતા નથી, જેથી તમે જે ફોટા શેર કરો છો તે તેની મરજી વગર હોય છે. જ્યારે તમે બાળકોના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરો છો તો તે તમારા કંટ્રોલથી બહાર હોય છે. આ ફોટોને શેર, ડાઉનલોડ અને બીજા મામલામાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. 


તમારા બાળકોની આઇડેન્ટીટીની પણ ચોરી થઈ શકે છે. ઘણા લોકો આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે, જ્યાં તેના નામ પર કોઈ અન્ય ફ્રોડ કરતું હોય છે. બાળકોના ફોટો ખોટા હાથમાં લાગી જાય તો ઘણા પ્રકારના ખોટા કામમાં ઉપયોગ થઈ શકે છે. 


અમેરિકામાં ઘણા એવા કેસ જોવા મળ્યા છે, જ્યાં બાળકોના ફોટો અને વીડિયો અશ્લીલ સાઇટ પર સ્પોટ કરવામાં આવ્યા છે. પીડોફાઇલના હાથમાં તમારા બાળકોના ફોટા આવી જાય તો આવા વીડિયો પણ ક્રિએટ કરી શકાય છે. 


સાઇબર બુલિંગ એક મોટી સમસ્યા છે અને બાળકો તેના શિકાર થઈ શકે છે. તેની અસર તમારા બાળકોની મેન્ટલ હેલ્થ પર પડે છે. 


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઘણા પ્રકારના ડેટા કલેક્ટ કરે છે. જ્યારે તમે બાળકોના ફોટો શેર કરો છો તો તે ડેટા કંપનીની પાસે પહોંચી જાય છે. આ ડેટાનો ઉપયોગ કંપનીઓ ઘણા પ્રકારે કરી શકે છે. ત્યાં સુધી કે તેને થર્ડ પાર્ટી વેન્ડરને વેચી પણ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube