લાલૂ યાદવના જેલ જવાથી દુખી છે શત્રુઘ્ન સિંહા, કહ્યું- અતૂટ છે અમારી મિત્રતા

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ શત્રુઘ્ન સિંહાએ મંગળવારે (30 જાન્યુઆરી) જેલમાં બંધ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવ સાથે પોતાની હમદર્દી બતાવી અને કહ્યું કે હું હંમેશા તમારો મિત્ર રહીશ. લાલૂ પ્રસાદ હાલ ઘાસચારા કૌભાંડમાં રાંચીની જેલમાં બંધ છે. શત્રુઘ્ન સિંહાએ ટ્વિટમાં લખ્યું 'મારી હમદર્દી લાલૂ યાદવ અને તેમના પરિવાર માટે છે. હું આ વ્યક્તિગત રીતે કહી રહ્યો છું, ના કે કોઇ રાજકીય ઉદ્દેશ્ય માટે. હું તેમનો પારિવારીક મિત્ર છું. તમારા માટે મારા મનમાં પ્રેમ અને સંવેદના છે. તમે વ્યક્તિગત રીતે મારા પર વિશ્વાસ કરી શકો છો. એકવાર જે મિત્ર બની જાય છે તે હંમેશા માટે મિત્ર રહે છે. ભગવાન આ કઠિન સમયમાં તમને હિંમત આપે.'

Updated By: Jan 30, 2018, 09:23 PM IST
લાલૂ યાદવના જેલ જવાથી દુખી છે શત્રુઘ્ન સિંહા, કહ્યું- અતૂટ છે અમારી મિત્રતા

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ શત્રુઘ્ન સિંહાએ મંગળવારે (30 જાન્યુઆરી) જેલમાં બંધ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવ સાથે પોતાની હમદર્દી બતાવી અને કહ્યું કે હું હંમેશા તમારો મિત્ર રહીશ. લાલૂ પ્રસાદ હાલ ઘાસચારા કૌભાંડમાં રાંચીની જેલમાં બંધ છે. શત્રુઘ્ન સિંહાએ ટ્વિટમાં લખ્યું 'મારી હમદર્દી લાલૂ યાદવ અને તેમના પરિવાર માટે છે. હું આ વ્યક્તિગત રીતે કહી રહ્યો છું, ના કે કોઇ રાજકીય ઉદ્દેશ્ય માટે. હું તેમનો પારિવારીક મિત્ર છું. તમારા માટે મારા મનમાં પ્રેમ અને સંવેદના છે. તમે વ્યક્તિગત રીતે મારા પર વિશ્વાસ કરી શકો છો. એકવાર જે મિત્ર બની જાય છે તે હંમેશા માટે મિત્ર રહે છે. ભગવાન આ કઠિન સમયમાં તમને હિંમત આપે.'

તો બીજી તરફ ભાજપના અસંતુષ્ટ સાંસદ શત્રુઘ્ન સિંહાએ પૂર્વ કેંદ્રીય મંત્ર યશવંત સિંહા દ્વારા શરૂ કરવામાં આવેલા રાજકીય મંચમાં જોડાવવા માટે નેતાઓની એક ટુકડીનું મંગળવારે નેતૃત્વ કર્યું. પૂર્વ કેંદ્રીય મંત્ર યશવંત સિંહાએ કહ્યું કે તેમનો 'રાષ્ટ્ર મંચ' એક રાજકીય કાર્યવાહી સમૂહ છે. તે કેંદ્ર સરકારની નીતિઓ વિરૂદ્ધ આંદલન શરૂ કરશે.

Shatrughan Sinha, Lalu Prasad Yadav, Fodder Scam, BJP, RJD

શત્રુઘ્ન સિંહાએ કહ્યું કે પાર્ટીએ મને સલાહ આપવા માટે મંચ આપ્યું નથી
શત્રુઘ્ન સિંહાએ કહ્યું કે તે મંચમાં એટલા માટે સામેલ થયા છે, કારણ કે તેમની પાર્ટીએ પોતાની સલાહ તેમને મંચ આપ્યું નથી. જોકે તેમણે કહ્યું કે મોરચાનું સમર્થન કરવાના તેમના નિર્ણયને પાર્ટી વિરોધી ગતિવિધી તરીકે ન જોવો જોઇએ કારણ કે આ રાષ્ટ્ર હિતમાં છે. 

તૃણમૂલ કોંગ્રેસ સાંસદ દિનેશ ત્રિવેદી, કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરી, એનસીપી સાંસદ મજીદ મેમન, આમ આદમી પાર્ટી સાંસદ સંજય સિંહ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા અને જેડીયૂ નેતા પવન વર્મા આ લોકોમાં સામેલ હતા જેમણે મોરચો શરૂ કરવા માટે આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો. રાલોદ નેતા જયંત ચૌધરી અને પૂર્વ કેંદ્રીય મંત્રી સોમપાલ અને હરમોહન ધવન પણ હાજર હતા. 

(ઇનપુટ એજન્સીમાંથી)