છેલ્લા શ્વાસ સુધી શીલા દીક્ષિતને કોંગ્રેસની ખુબ ચિંતા હતી, અંતિમ સંદેશ પ્રિયંકા ગાંધી વિશે હતો

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત હવે આપણી વચ્ચે નથી. 81 વર્ષની ઉંમરે તેમનું નિધન થઈ ગયું. તેઓ લાંબા સમયથી બીમાર હતાં અને એસ્કોટ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.

છેલ્લા શ્વાસ સુધી શીલા દીક્ષિતને કોંગ્રેસની ખુબ ચિંતા હતી, અંતિમ સંદેશ પ્રિયંકા ગાંધી વિશે હતો

નવી દિલ્હી: કોંગ્રેસના દિગ્ગજ નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત હવે આપણી વચ્ચે નથી. 81 વર્ષની ઉંમરે તેમનું નિધન થઈ ગયું. તેઓ લાંબા સમયથી બીમાર હતાં અને એસ્કોટ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. પરંતુ શનિવારે બપોરે તેમનું નિધન થયું. તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને વેન્ટિલેટર પર રખાયા હતાં. 3.55 કલાકે તેમણે છેલ્લા શ્વાસ લીધા. 

શીલા દીક્ષિત શરૂઆતથી જ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતાં અને છેલ્લા શ્વાસ સુધી તેઓ કોંગ્રેસની ચિંતા કર્યા કરતા હતાં. શીલા દીક્ષિતનો છેલ્લો સંદેશ પણ કોંગ્રેસના  કાર્યકરો માટે જ હતો. પોતાના છેલ્લા સંદેશમાં શીલા દીક્ષિતે કોંગ્રેસ કાર્યકર્તાઓને  ભાજપ કાર્યાલય બહાર પ્રદર્શન કરવા માટે કહ્યું હતું. પોતાના છેલ્લા સંદેશમાં તેમણે કોંગ્રેસ કાર્યકરોને કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધી અને પ્રદેશ સરકાર વચ્ચે ગતિરોધ ખતમ ન થાય તો તેઓ ભાજપની ઓફિસની બહાર પ્રદર્શન કરે. 

જુઓ LIVE TV

વાત જાણે એમ હતી કે ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં જમીન વિવાદમાં 10 લોકોના મોત થયા હતાં. આ મામલે પીડિતોને મળવા માટે પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશ ગયા હતાં. જો કે યુપી પ્રશાસને પ્રિયંકા ગાંધીને પીડિત પરિવારોને મળતા રોક્યા અને તેમની અટકાયત કરી હતી. ત્યારબાદ પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા હતાં. આ મુદ્દે શીલા દીક્ષિતે કોંગ્રેસના કાર્યકરોને ભાજપની ઓફિસ  બહાર પ્રદર્શન કરવા માટે  કહ્યું હતું. 

શીલા દીક્ષિતના નેતૃત્વમાં દિલ્હીની અગાઉની સરકારમાં મંત્રી રહી ચૂકેલા કિરણ વાલીયાએ કહ્યું કે તેમણે પોતાના છેલ્લા સંદેશમાં કાર્યકરોને ભાજપના હેડક્વાર્ટર બહાર પ્રદર્શન કરવા માટે કહ્યું હતું. તેઓ પ્રદર્શન કરવા માટે હાજર નહતાં. આથી તેમની જગ્યાએ પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ હારુન યુસૂફ નેતૃત્વ કરવાના હતાં. શીલા દીક્ષિતે કહ્યું હતું કે જો યુપી સરકાર અને પ્રિયંકા ગાંધી વચ્ચે ગતિરોધ ખતમ ન થાય તો કોંગ્રેસ કાર્યકરો ભાજપના હેડક્વાર્ટર બહાર પ્રદર્શન કરે. કિરણ વાલિયાએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં ગતિરોધ ખતમ થઈ ગયો છે અને જો આમ ન થાત તો ભાજપના હેડક્વાર્ટરની બહાર પ્રદર્શન કરત. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news