મંદિર તોડીને બનાવવામાં આવેલી મસ્જિદોને હિંદુઓને સોપવામાં આવે: શિયા વકફ બોર્ડ

અયોધ્યામાં રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટે જાહેર કરેલી સુનાવણી વચ્ચે ઉત્તર પ્રદેશ શિયા વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ બુધવારે કહ્યું કે મંદિર તોડીને બનાવવામાં આવેલી મસ્જિદોને હિંદુઓને સોંપી દેવી જોઇએ. રિઝવીએ ઓલ ઇન્ડીયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (એઆઇએમપીએલબી)ના ચેરમેન મૌલાના રાબે હસન નદવીને લખેલા પત્રમાં મુસ્લિમ બોર્ડ પાસે રામ મંદિર સહિત નવ ધાર્મિક સ્થળોને હિંદુઓને સોંપવાનો અનુરોધ કર્યો છે. 

મંદિર તોડીને બનાવવામાં આવેલી મસ્જિદોને હિંદુઓને સોપવામાં આવે: શિયા વકફ બોર્ડ

લખનઉ: અયોધ્યામાં રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટે જાહેર કરેલી સુનાવણી વચ્ચે ઉત્તર પ્રદેશ શિયા વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ બુધવારે કહ્યું કે મંદિર તોડીને બનાવવામાં આવેલી મસ્જિદોને હિંદુઓને સોંપી દેવી જોઇએ. રિઝવીએ ઓલ ઇન્ડીયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (એઆઇએમપીએલબી)ના ચેરમેન મૌલાના રાબે હસન નદવીને લખેલા પત્રમાં મુસ્લિમ બોર્ડ પાસે રામ મંદિર સહિત નવ ધાર્મિક સ્થળોને હિંદુઓને સોંપવાનો અનુરોધ કર્યો છે. 

એએનઆઇના રિપોર્ટ અનુસાર રિઝવીએ પોતાના પત્રમાં કહ્યું કે ઇસ્લામિક કાયદાઓ હેઠળ બળજબરીપૂર્વક લેવામાં આવેલી ભૂમિ અથવા ધર્મના સ્થળોને નષ્ટ કરી મસ્જિદોનું નિર્માણ કરવું ગેરકાનૂની છે. 

રિઝવીએ પોતાના પત્રમાં દેશભરમાં વિવાદિત નવ ધાર્મિક સ્થળોનો ઉલ્લેખ કર્યો છે. રિઝવીએ દાવો કર્યો છે કે ઇતિહાસનું અધ્યન કરીને તેમણે ઉક્ત મસ્જિદોનો ઉલ્લેખ કર્યો છે જેના પર વિવાદ છે. રિઝવીએ કહ્યું કે 'ઇતિહાસ સાક્ષી છે કે મુગલ બાદશાહો અને તેમના પહેલાં હિંદુસ્તાન આવ્યા સુલ્તાનો પાસેથી હિંદુસ્તાનને લૂંટ્યું, અહીં હુકૂમત કરી અને તમામ મંદિરોને તોડ્યા, કેટલાક મંદિરોને તોડી ત્યાં મસ્જિદો બનાવી દીધી.'

વસીમ રિઝવીએ ઇસ્લામના ઉદ્દેશ્યોનો હવાલો આપતાં કહ્યું કે કોઇપણ કબજે કરેલી જગ્યા પર પ્રાર્થનાસ્થળને બળજબરીપૂર્વક તોડીને મસ્જિદ બનાવવી યોગ્ય નથી. જો કે રિઝવીએ મુસ્લિમ પર્સનલ લો બોર્ડને કહ્યું કે આમ તો તમારા એનજીઓમાં કટ્ટરપંથી માનસિકતા ધરાવનાર મુલ્લાઓનું વર્ચસ્વ છે. મને વિશ્વાસ છે કે તમારી એનજીઓ કટ્ટરપંથી માનસિકતાના લીધે આના પર વિચાર નહી કરે. 

રિઝવીએ આગળ લખ્યું કે ઇસ્લામ એ શીખ આપે છે કે ભલે જાલિમની પંચાયત કેમ ન હોય પોતાના હકની વાત તેની સામે રાખવી જોઇએ અને હક માંગનારનું સમર્થન કરવું જોઇએ. રિઝવીએ પોતાના પત્રમાં સવાલ કર્યો પૂછ્યો કે શું ઇસ્લામ આ પરવાનગી આપે છે કે કોઇપણ સંપત્તિને છીનવી અથવા તેના પર ગેરકાયદેસર કબજો કરીને તાકાતના જોરે ધાર્મિક સ્થળને તોડીને પોતાનું પ્રાર્થનાસ્થળ બનાવી લે? શું આ પ્રાર્થનાસ્થળ સિદ્ધાંતોના અનુસાર વ્યાજબી પ્રાર્થનાસ્થળ હશે?

— Rohit Sardana (@sardanarohit) February 28, 2018

રિઝવીએ પોતાના પત્રમાં તે 9 મસ્જિદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના પર વિવાદ છે. 
1. રામ મંદિર- અયોધ્યા યૂપી
2. કેશવ દેવ મંદિર- મથુરા, યૂપી
3. અટાલા દેવ મંદિર- જૌનપુર, યૂપી
4. કાશી વિશ્વાનાથ મંદિર- વારાણસી, યૂપી
5. રુદ્રા મહાલય મંદિર- સિદ્ધપુર, પાટણ
6. ભદ્રકાલી મંદિર- અમદાવાદ, ગુજરાત
7. અદીના મસ્જિદ- પંડુવા, પશ્વિમ બંગાળ
8. વિજયા મંદિર- વિદિશા, મધ્ય પ્રદેશ
9. મસ્જિદ કુવતુલ ઇસ્લામ- કુતુબ મીનાર, દિલ્હી

આ પહેલાં, ઉત્તર પ્રદેશ શિયા સેંટ્રલ વક્ફ બોર્ડે પ્રસ્તાવ રજૂ કર્યો કે રામ મંદિરનું નિર્માણ વિવાદ સ્થળ પર અને મસ્જિદનું નિર્માણ લખનઉમાં કરવામાં આવે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news