ઈંડા ખાનારા થઇ જજો સાવધાન, ભૂલથી પણ ના ખાશો આ ભાગ

સંડે હો યા મંડે, રોજ ખાવ અંડે. આ તો તમે ખૂબ સાંભળ્યું હશે. ઘણા લોકો શરીરને ફાયદો પહોંચાડવા માટે ઈંડાને બ્રેક ફાસ્ટમાં નિયમિત સેવન કરે છે. ઘણા સંશોધનોથી સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે ઈંડાના સેવનથી શરીરને એનર્જી આપવાની સાથે વજન ઓછું કરવામાં પણ મદદરૂપ છે. પરંતુ શું તમને ખબર છે કે ઈંડાનો સફેદ ભાગ શરીરને ઘણા પ્રકારે નુકસાન પહોંચાડી શકે છે. ઈંડાના સફેદ ભાગમાં એલર્જી થઇ શકે છે. જોકે ઈંડાનો આ ભાગ ફેટ ફ્રી અને લો કેલેરીવાળો હોય છે. આગળ વાંચો ઈંડાના સફેદના ભાગના નુકસાન.

Updated By: Apr 23, 2018, 02:24 PM IST
ઈંડા ખાનારા થઇ જજો સાવધાન, ભૂલથી પણ ના ખાશો આ ભાગ

નવી દિલ્હી: સંડે હો યા મંડે, રોજ ખાવ અંડે. આ તો તમે ખૂબ સાંભળ્યું હશે. ઘણા લોકો શરીરને ફાયદો પહોંચાડવા માટે ઈંડાને બ્રેક ફાસ્ટમાં નિયમિત સેવન કરે છે. ઘણા સંશોધનોથી સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે ઈંડાના સેવનથી શરીરને એનર્જી આપવાની સાથે વજન ઓછું કરવામાં પણ મદદરૂપ છે. પરંતુ શું તમને ખબર છે કે ઈંડાનો સફેદ ભાગ શરીરને ઘણા પ્રકારે નુકસાન પહોંચાડી શકે છે. ઈંડાના સફેદ ભાગમાં એલર્જી થઇ શકે છે. જોકે ઈંડાનો આ ભાગ ફેટ ફ્રી અને લો કેલેરીવાળો હોય છે. આગળ વાંચો ઈંડાના સફેદના ભાગના નુકસાન.

કિડની માટે નુકસાનકારક
ઈંડાના સફેદ ભાગમાં પ્રોટીનની વધુ માત્રા હોય છે, જેના લીધે કિડનીની સમસ્યાથી પીડાતા લોકો માટે હાનિકારક હોય છે. કારણ કે કિડનીની સમસ્યાના કારણે લોકોમાં ગ્લોમેરૂલર ફિલ્ટરેશન રેટ (જીએફઆર)ની માત્રા હોય છે. જીએફઆર એક પ્રકારનો તરલ પદાર્થ પ્રવાહી દર હોય છે જે કિડનીને ફિલ્ટર કરે છે. પરંતુ ઈંડાના સફેદ ભાગમાં હાજર પ્રોટીન જીએફઆરની માત્રા ઓછી કરી દે છે.

90 દિવસમાં 19 દેશો બાઈક પર ફરીને 22 હજાર કિ.મીનો પ્રવાસ ખેડશે અમદાવાદી રાઈડર્સ 

માંસપેશીઓમાં દુખાવાની સમસ્યા
ઈંડાનો સફેદ ભાગ ખાવાથી બાયોટિનની ઉણપ થાય છે. બાયોટિનની ઉણપને વિટામીન B7 અને વિટામીન H કહે છે. ઈંડાના સફેદ ભાગમાં હાજર એબ્યૂમિનના સેવનથી શરીરને બાયોટિન અવશોષિત કરવામાં પરેશાની થાય છે. આ કારને ત્વચા સંબંધિત સમસ્યાઓ થાય છે. તેને ખાવાથી માંસપેશીઓમાં દુખાવો, વાળ ખરવા જેવી પરેશાનીઓ  પણ થઇ શકે છે. ઈંડાના સફેદ ભાગમાં હાજર એબ્યૂમિનનું વધુ પડતું સેવન કરવાથી શરીરને બાયોટિન અવશોષિત કરવામાં પરેશાની થાય છે. 

એલર્જીનો ખતરો
કેટલાક લોકોને ઈંડાના સફેદ ભાગથી એલર્જી થાય છે. પરંતુ તેની જલદી ખરબ પડતી નથી. તેના લક્ષણ શરીર પર ચાંદા પડવા, ત્વચામાં સોજો અને લાલ હોઠ, ઉબકા, ઝાડા, ખંજવાળ અને આંખોમાં પાણી ભરાવવું  વગેરે છે, જેથી ઈંડાથી થયેલી એલર્જીનો ખતરા વિશે જાણી શકાય છે. ઈંડાની સફેદીથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઇ શકે છે, બ્લડપ્રેશરમાં ઘટાડો થઇ જાય છે અને બેભાની જેવું અનુભવાય છે. 

સાલ્મોનેલા બેક્ટેરિયાથી દૂષિત
ઈંડાનો સફેદ ભાગ સાલ્મોનેલાથી દૂષિત પણ હોય શકે છે. સાલ્મોનેલા એક બેક્ટેરિયા છે જે મુરઘીઓના આંતરડામાં મળી આવે છે. આ ઈંડાના બહારી આવરન અને તેની અંદર જોવા મળે છે. સાલ્મોનેલાને ખતમ કરવા માટે તેને વધુ સમય સુધી ઉંચા તાપમાને રાંધો. ઈંડાના ઉપરી ભાગ અને ઓછા ઉકાળેલા ઈંડામાં પણ બેક્ટેરિયા હોય છે.