)
ચૂંટણી પંચે આજે દેશના નવ રાજ્યો અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) ના બીજા તબક્કાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ અભિયાનો ઉદ્દેશ્ય છે કે મતદાર યાદીને વધુ સટીક, સ્વચ્છ અને અપડેટ કરવાનો છે તેથી આગામી ચૂંટણીમાં કોઈ પ્રકારની ગડબડી કે ડુપ્લિકેશન ન રહે. તેના બીજા તબક્કા હેઠળ એન્યૂમરેશન એટલે કે ઘરે-ઘરે જઈને સત્યાપનનું કામ આજથી શરૂ થઈ ગયું છે અને તે 4 ડિસેમ્બર સુધી ચાલશે. ત્યારબાદ 9 ડિસેમ્બરે ડ્રાફ્ટ વોટર લિસ્ટ એટલે કે પ્રારંભિક મતદાર યાદી જારી કરવામાં આવશે. જે પણ નાગરિક પોતાના નામ, સરનામા કે કોઈ પ્રકારની જાણકારીમાં સુધાર કરાવવા ઈચ્છે છે તો તે 9 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી 2026 સુધી ક્લેમ અને વિરોધ દાખલ કરી શકશે.
આ બધા દાવાઓ અને વાંધાઓની ચકાસણી અને સુનાવણી 31 જાન્યુઆરી, 2026 સુધીમાં પૂર્ણ થશે. આ પછી, અંતિમ મતદાર યાદી 7 ફેબ્રુઆરી, 2026 ના રોજ પ્રકાશિત થશે. પરંતુ પહેલા, સમગ્ર પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો અને ફોર્મ ભરવાની રીત સમજવી મહત્વપૂર્ણ છે. ચાલો અહીં સમજીએ.
ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા શું છે?
SIR એક ઊંડાણપૂર્વકનું, નાગરિક-કેન્દ્રિત અભિયાન છે જેમાં બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) મતદાર માહિતી ચકાસવા માટે દરેક ઘરની ત્રણ વખત મુલાકાત લેશે, ખાતરી કરશે કે મતદાર યાદીમાં દરેક નામ અને વિગતો સચોટ છે. આ પ્રક્રિયા દરમિયાન, BLO લોકોને એક ગણતરી ફોર્મ પ્રદાન કરશે, જેમાં BLO નું નામ અને ટેલિફોન નંબર ટોચ પર લખાયેલ હશે. ત્યારબાદ તમારે ફોર્મ પરની બધી વિગતો ભરવાની જરૂર પડશે, જેમાં તમારી જન્મ તારીખ, આધાર નંબર, મોબાઇલ નંબર અને પિતા/વાલીના એપિક નંબરનો સમાવેશ થાય છે.
ત્યારબાદ ફોર્મની નીચે તરફ આપવામાં આવેલી બે જરૂરી કોલમને ધ્યાનથી ભરવાની છે. ગુજરાતમાં 2002 અને ઉત્તર પ્રદેશના વિસ્તારમાં 2002/03ની મતદાર યાદીમાં જો તમારૂ નામ છે તો તમારે તેમાં ઇલેક્ટોરલ નેમ, એપીક નંબર જેવી વિગતો ભરવી પડશે. જો જૂના લિસ્ટમાં તમારા માતા-પિતા કે સંબંધીનું નામ છે તો તેની જાણકારી પણ ભરવી પડશે. ત્યારબાદ નીચેની તરફ સહી કરવાની છે.
કયા-કયા દસ્તાવેજની પડશે જરૂર
જો તમે સાચી રીતે ફોર્મ ભર્યું નથી તો જે વચગાળાની મતદાર યાદી જાહેર કરવામાં આવશે તેમાં તમારૂ નામ ન હોય. ત્યારબાદ તમારે તમારા વિસ્તારના બીએલઓને ફોન કરવાનો છે, નોટિસ મોકલવી છે તો નીચે આપેલા દસ્તાવેજ તૈયાર રાખવાના છે અને તેમાંથી કોઈ એક દસ્તાવેજ તેને દેખાડવા કે આપવાનો છે.
જો તમારું નામ યાદીમાં ન હોય તો કયા દસ્તાવેજો આપવાના રહેશે?
- કોઈપણ કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/પીએસયુના નિયમિત કર્મચારી/પેન્શનરને જારી કરાયેલ કોઈપણ ઓળખ કાર્ડ/પેન્શન ચુકવણી ઓર્ડર
- 1.07.1987 પહેલા સરકાર/સ્થાનિક સત્તાવાળાઓ/બેંક/પોસ્ટ ઓફિસ/એલઆઈસી/પીએસયુ દ્વારા ભારતમાં જારી કરાયેલ કોઈપણ ઓળખ કાર્ડ/પ્રમાણપત્ર/દસ્તાવેજ
- સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ જન્મ પ્રમાણપત્ર.પાસપોર્ટ
- માન્યતા પ્રાપ્ત બોર્ડ/યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલ મેટ્રિક/શૈક્ષણિક પ્રમાણપત્ર
- સક્ષમ રાજ્ય સત્તાવાળા દ્વારા જારી કરાયેલ કાયમી નિવાસ પ્રમાણપત્રવન અધિકાર પ્રમાણપત્ર
- ઓબીસી/એસસી/એસટી અથવા સક્ષમ સત્તાવાળા દ્વારા જારી કરાયેલ કોઈપણ જાતિ પ્રમાણપત્ર
- રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (જ્યાં પણ તે હોય)
- રાજ્ય/સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા તૈયાર કરાયેલ કુટુંબ રજિસ્ટર
- સરકાર દ્વારા કોઈપણ જમીન/મકાન ફાળવણી પ્રમાણપત્ર
- આધાર માટે, પત્ર નં. 23/2025-ERS/ભાગ II તારીખ 09.09.2025 દ્વારા જારી કરાયેલ કમિશનના નિર્દેશો લાગુ પડશે, જેનો અર્થ એ છે કે તે વૈકલ્પિક છે.
ફોર્મ ન મળે તો શું કરવું
જો બીએલઓ તમારી પાસે પહોંચતો નથી અને તમને Enumeration Form ન મળે તો શું કરવું. આ માટે ઇલેક્શન કમીશનની વેબસાઇટ પર જઈને તમે જોઈ શકો છો અને બીએલઓ પાસે અપોઈન્ટમેન્ટ લઈ શકો છો.