Knowledge: જીન્સનાં પેન્ટમાં કેમ હોય છે નાનું પોકેટ? આની પાછળની કહાની છે રસપ્રદ

જીન્સની ફેશન ક્યારેય 'આઉટ ઓફ ફેશન' નથી થતી, ભવિષ્યમાં પણ કદાચ ભાગ્યે જ જશે. જીન્સ એક એવો ડ્રેસ છે જે દરેક પ્રસંગોને અનુકૂળ આવે છે. તમે જીન્સ પેન્ટ્સને કોઈપણ પ્રકારના કપડા સાથે મેચ કરીને પહેરી શકો છો.

Updated By: Jun 13, 2021, 05:38 PM IST
Knowledge: જીન્સનાં પેન્ટમાં કેમ હોય છે નાનું પોકેટ? આની પાછળની કહાની છે રસપ્રદ

ઝી બ્યૂરો, અમદાવાદઃ જીન્સની ફેશન ક્યારેય 'આઉટ ઓફ ફેશન' નથી થતી, ભવિષ્યમાં પણ કદાચ ભાગ્યે જ જશે. જીન્સ એક એવો ડ્રેસ છે જે દરેક પ્રસંગોને અનુકૂળ આવે છે. તમે જીન્સ પેન્ટ્સને કોઈપણ પ્રકારના કપડા સાથે મેચ કરીને પહેરી શકો છો. આ બધા કારણોને લીધે આજે લોકો મોટાભાગના લોકો જીન્સ પહેરતા થઈ ગયા છે. આપણે એમ પણ કહી શકીએ કે, પૃથ્વી પર સૌથી વધુ પહેરવામાં આવતા કપડાંઓ પૈકીનું એક છે જીન્સ.

No description available.

એક સમય હતો જ્યારે ફક્ત કંપનીઓમાં કામ કરતા કામદારો જીન્સ પહેરતા હતા. પરંતુ આજે જીન્સ સામાન્યથી લઈને ખાસ વ્યક્તિ દરેકની પ્રથમ પસંદ બની ગઈ છે. જીન્સથી બનેલા પેન્ટ્સ જોઈને મનમાં એક સવાલ પણ ઉભો થાય છે કે તેના આગળના ભાગમાં નાનું ખિસ્સુ કેમ છે? આજે અમે તમને જીન્સ પેન્ટમાં નાના ખિસ્સા બનાવવાનું કારણ જણાવીશું.

Bollywood ના આ અભિનેતા રોજ સુતા પહેલાં લાગે છે પત્નીને પગે! કમાલની છે પ્રેમકહાની

તમને જણાવી દઈએ કે જીન્સની શોધ ખાણમાં કામ કરતા કામદારો માટે કરવામાં આવી હતી. તે દરમિયાન પોકેટ વોચ ટ્રેન્ડમાં હતી. આવી સ્થિતિમાં, કામદારો આ નાના ખિસ્સામાં વોચ રાખતા હતા, જેથી તે તૂટે નહીં. ધીમે ધીમે આ નાનું ખિસ્સું જીન્સનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો. જીન્સ બનાવનારી કંપની લેવી સ્ટ્રૉસ, જેને આપણે લિવાઈસનાં નામથી જાણીએ છીએ, તેણે આ નાનકડું ખિસ્સું સૌ પ્રથમ બનાવ્યું હતું. આ નાના ખિસ્સાને વોચ પોકેટ કહેવામાં આવે છે.

માત્ર 11 રૂપિયા પગારમાં નોકરી કરતા બસ કંડકટરે લખ્યું હતું સુપરહિટ ગીત 'બહારો ફૂલ બરસાઓ...' જાણવા જેવી છે કહાની

જોકે, હવે ઘણા લોકો આ ખિસ્સાને કોઈન અથવા ટિકિટ પોકેટ તરીકે ઓળખે છે. જીન્સના ખિસ્સા પરના નાના બટનો વિશે વાત કરીએ તો, આ બટનો પણ કામદારોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, મજૂરો ભારે મહેનતવાળું કામ કરતા હતા. તેથી ખિસ્સા પર નાના બટનો મૂકવામાં આવ્યા હતા, જેથી પેન્ટની સિલાઈ મજબૂત રહે અને તેનો ઉપયોગ લાંબા સમય સુધી થઈ શકે. જોકે, આ નાના બટનો હવે જીન્સની ડિઝાઈન હોવાનું માનવામાં આવે છે.

આ એક માણસ માટે બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓએ કેમેરા સામે ઉતારી દીધાં બધાં કપડાં! ફોટા જોઈને હચમચી ગયા બધા

Priyanka, Deepika, Kareena બધી જ હોટ હીરોઈનના Lip Lock Kiss સીન થયા Viral, પહેલીવાર આવા ફોટા આવ્યાં સામે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube