Corona: સ્મોકિંગ કરનારા, વેજીટેરિયન લોકોમાં સંક્રમણનો ખતરો ઓછો, CSIR ના અભ્યાસમાં દાવો

સર્વેમાં તે પણ સામે આવ્યું છે કે ફાઇબર યુક્ત શાકાહારી ભોજન કોરોના વિરુદ્ધ ઇમ્યુનિટી  (Immunity) આપવામાં ભૂમિકા નિભાવી શકે છે, કારણ કે તેમાં પેટના બેક્ટેરિયામાં ફેરફાર કરતા એન્ટી ઇંફ્લેમેટરીની જેમ કામ કરવાની ખુબી હોય છે.   

Updated By: Apr 25, 2021, 04:36 PM IST
Corona: સ્મોકિંગ કરનારા, વેજીટેરિયન લોકોમાં સંક્રમણનો ખતરો ઓછો, CSIR ના અભ્યાસમાં દાવો

નવી દિલ્હીઃ કાઉન્સિલ ઓફ સાઇન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ  (CSIR) કરાવવામાં આવેલા એક સર્વેમાં સામે આવ્યું છે કે ધૂમ્રપાન (Smoking) કરનાર અને વેજિટેરિયન (Vegetarian)  લોકોમાં કોવિડ-19 સંક્રમણનો ખતરો ઓછો રહે છે. સર્વેમાં સામે આવ્યું છે કેકોરોના વાયરલ ભલે શ્વાસ સાથે જોડાયેલી બીમારી છે પરંતુ સ્મોકિંગ તેનાથી બચાવવામાં સક્ષમ હોઈ શકે છે, કારણ કે ધૂમ્રપાનથી મ્યૂકસ પ્રોડક્શન વધી જાય છે, જે ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સનું કામ કરે છે. 

શાકાહારી ભોજનથી વધે છે ઇમ્યુનિટી
સર્વેમાં તે પણ સામે આવ્યું છે કે ફાઇબર યુક્ત શાકાહારી ભોજન કોરોના વિરુદ્ધ ઇમ્યુનિટી  (Immunity) આપવામાં ભૂમિકા નિભાવી શકે છે, કારણ કે તેમાં પેટના બેક્ટેરિયામાં ફેરફાર કરતા એન્ટી ઇંફ્લેમેટરીની જેમ કામ કરવાની ખુબી હોય છે. 140 ડોક્ટરો અને રિસર્ચ વૈજ્ઞાનિકોની ટીમે 'સાર્સ-કોવિ-2 વિરુદ્ધ એન્ટીબોડીની હાજરી અને સંક્રમણની જાણકારી મેળવવા માટે સ્ટડી કરી. આ અભ્યાસમાં શહેરો તથા સેમી અર્બન એરિયામાં CISR ની 40થી વધુ લેબ અને કેન્દ્રોમાં કામ કરનારા અને તેના પરિવારના સભ્યો સહિત કુલ 10427 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ બધાએ સ્વૈચ્છિક રૂપથી સર્વેમાં ભાગ લીધો હતો.'

આ પણ વાંચોઃ દેશમાં ઠેર ઠેર પ્રાણવાયુનું સંકટ, ઓક્સિજનની સમસ્યા પર PM મોદીએ લીધો મોટો નિર્ણય

સ્મોકિંગ કરનારમાં ખતરો ઓછો
આ પહેલા ફ્રાન્સમાં બે સ્ટડી અને ઇટાલી-ન્યૂયોર્ક અને ચીનમાં આવા જ રિપોર્ટમાં સ્મોકિંગ કરનારમાં કોવિડ સંક્રમણ (Coronavirus) ના ખતરાની વાત સામે આવી ચુકી છે. અમેરિકાના સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) ના એક અભ્યાસમાં આવા તથ્યો સામે આવ્યા હતા. આ સ્ટડીમાં કોવિડ પ્રમાણે અમેરિકાની વસ્તીમાં 14 ટકા લોકો સ્મોકિંગ કરે છે, જ્યારે સંક્રમિતોમાં માત્ર 1.3 ટકા લોકો સ્મોકિંગ કરનારા હતા. આ રીતે યુનિવર્સિટી કોલેજ લંડનની એકેડમિક્સે યૂકે, ચીન, અમેરિકા અને ફ્રાન્સના આવા 28 રિસર્ચના વિશ્લેષણમાં જાણ્યું કે કોરોનાને કારણે હોસ્પિટલમાં જનારા દર્દીઓમાં સ્મોકિંગ કરનારની ટકાવારી અનુમાનથી ઓછી રહી. 

બ્રિટનમાં 5 અને ફ્રાન્સમાં 7.1 ટકા લોકો છે સ્મોકર્સ
આ અભ્યાસમાં સામે આવ્યું કે, બ્રિટનમાં કોવિડ-19 દર્દીઓમાં સ્મોકિંગ કરનારની ભાગીદારી માત્ર 5 ટકા છે, જે અહીં સ્મોકિંગ કરનારના દર એટલે કે 14.4 ટકાની તુલનામાં ઓછી છે. ફ્રાન્સમાં એક અભ્યાસમાં કોવિડ સંક્રમિતોમાં સ્મોકિંગ કરનારવાળાની ભાગીદારી 7.1 ટકા જોવા મળી, જે 32 ટકાના રાષ્ટ્રીય એવરેજનો ચોથો ભાગ છે. ચીનમાં એક અભ્યાસમાં સામે આવ્યું કે, અહીં દર્દીઓમાં માત્ર 3.8 ટકા લોકો ધૂમ્રપાન કરતા હતા, જ્યારે અડધાથી વધુ વસ્તી નિયમિત રૂપથી સિગારેટ પીતી હતી. 

આ પણ વાંચોઃ હવે ભારતની મદદ માટે આગળ આવ્યું પાકિસ્તાન, કહ્યું- વેન્ટિલેટર સહિત જરૂરી સામાન મોકલવા તૈયાર

સ્મોકિંગ કરનારમાં 80 ટકા ઓછો થઈ ગયો કોરોનાનો ખતરો
કોરોના વાયરસના ખતરા અને ધૂમ્રપાન વચ્ચે સંબંધને સમજવા માટે જિન-જિન ઝાંગમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં સામે આવ્યું કે, માત્ર 9 દર્દી (6.4 ટકા) એવા હતા, જેણે સ્મોકિંગ કર્યુ હતું. જેણે ક્યારેક સ્મોકિંગ કર્યુ હતું અને તેમાંથી 7 એવા હતા જે સ્મોકિંગ છોડી ચુક્યા હતા. સ્ટડીમાં સામે આવ્યું કે, સ્મોકિંગ કરનારમાં સાર્સ-કોવી-2થી સંક્રમિત થવાનો ખતરો ઓછો રહે છે. આ પરિણામની પુષ્ટિ ફ્રાન્સમાં એક પબ્લિક હેલ્થ ડેટાના અભ્યાસમાં પણ થઈ, જેમાં સામે આવ્યું કે, સમાન ઉંમર તથા વર્ગ (મહિલા કે પુરૂષ) ના સ્મોકિંગ કરનારમાં ધૂમ્રપાન ન કરવારની તુલનામાં કોરોનાથી સંક્રમિત થવાનો ખતરો 80 ટકા ઓછો રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube