આ રોબોટ હિન્દીમાં પુછે છે 'નમસ્તે, આપ કૈસે હૈં', એક દેશની નાગરિક્તાની પણ મળી છે!!!

સોફિયા વિશ્વની પ્રથમ પ્રથમ રોબોટ છે જેને કોઈ દેશનું નાગરિકત્વ મળ્યું હોય. ઓક્ટોબર, 2017માં સાઉદી અરેબિયા તેને નાગરિકત્વ આપવામાં આવ્યું હતું. સોફિયા લોકો સાથે હિન્દીમાં વાત કરી શકે છે, તેમનું પેઈન્ટિંગ બનાવી શકે છે. સોફિયાના ચહેરાના હાવભાવ પણ માનવી જેવા જ છે અને તે સ્માઈલ પણ આપે છે. સોફિયાને ભારત કેટલું ગમે છે એ પણ તે જણાવે છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે સોફિયા 50 જેટલા ચહેરાના હાવભાવ બદલી શકે છે. 

Updated By: Oct 18, 2019, 12:03 AM IST
આ રોબોટ હિન્દીમાં પુછે છે 'નમસ્તે, આપ કૈસે હૈં', એક દેશની નાગરિક્તાની પણ મળી છે!!!

નવી દિલ્હીઃ 'નમસ્તે, આપ કૈસે હૈં' આ શબ્દો જ્યારે તમારી સામે આવીને કોઈ રોબોટ બોલે ત્યારે તમને જરૂર આશ્ચર્ય થવાનું છે. હા, આ સોફિયા નામની એક રોબોટ એકદમ શુદ્ધ હિન્દી બોલે છે અને તે માણસના અવાજમાં જ વાત કરે છે. સોફિયાનું નિર્માણ હોંગકોંગની હેનસોન રોબોટિક્સ દ્વારા કરાયું છે અને તે 'સોશિયલ હ્યુમનોઈડ રોબોટ' છે. ફેબ્રુઆરી, 2016માં તેને મીડિયા સામે સાઉથ વેસ્ટ ફેસ્ટિવલમાં રજુ કરાઈ હતી. 

સોફિયા વિશ્વની પ્રથમ પ્રથમ રોબોટ છે જેને કોઈ દેશનું નાગરિકત્વ મળ્યું હોય. ઓક્ટોબર, 2017માં સાઉદી અરેબિયા તેને નાગરિકત્વ આપવામાં આવ્યું હતું. સોફિયા લોકો સાથે હિન્દીમાં વાત કરી શકે છે, તેમનું પેઈન્ટિંગ બનાવી શકે છે. સોફિયાના ચહેરાના હાવભાવ પણ માનવી જેવા જ છે અને તે સ્માઈલ પણ આપે છે. સોફિયાને ભારત કેટલું ગમે છે એ પણ તે જણાવે છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે સોફિયા 50 જેટલા ચહેરાના હાવભાવ બદલી શકે છે. 

ચંદ્રયાન-2ના IIRSએ ખેંચેલી ચંદ્રની સપાટીની ચમકતી તસવીર ઈસરોએ કરી જાહેર

આલ્બર્ટ આઈન્સ્ટીન નામનો પણ એક રોબોટ 
સોફિયા જેવો જ એક આલ્બર્ટ આઈન્સ્ટીન નામનો રોબોટ પણ છે. તેનો તો ચહેરો પણ આલ્બર્ટ આઈન્સ્ટીન જેવો બનાવાયો છે. તેઓ આઈન્સ્ટીનની જેમ જ આંખો ફેરવે છે, ચહેરો બનાવે છે. આટલું જ નહીં તે આઈન્સ્ટીનની જેમ લાંબી જીભ પણ દેખાડે છે. તમે જેવા 'ગો ક્રેઝી' બોલો, એટલે આઈન્સ્ટીન રોબોટ એકદમ ક્રેઝી અંદાજ પણ બતાવે છે. 

નાઓ રોબોટ પણ છે અનોખો
હવે વાત કરીએ નાઓ રોબોટની. જાપાનનો આ રોબોટ તમે કહો એટલે શાનદાર ગંગનમ સ્ટાઈલમાં ડાન્સ કરે છે. તે બીજા રોબોટ સાથે હાથ પણ મિલાવે છે. 

VIDEO : દિલ્હીમાં પ્રાણી સંગ્રહાલયમાં અચાનક સિંહના પિંજરામાં કૂદ્યો યુવક અને પછી....!!!

તમે વિચારતા હશો કે, રોબોટની કેમ વાતો કરી રહ્યા છીએ. તાજેતરમાં જ દિલ્હીમાં રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર એક કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. જેમાં 30 દેશનાં રોબોટ્સને પ્રદર્શનમાં પણ મુકવામાં આવ્યા હતા. આ કોન્ફરન્સનો હેતુ ભારતીય અને આંતરરાષ્ટ્રીય સમુદાયને રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વધતા જતા ક્ષેત્ર સાથે જોડવાનો છે. 

જુઓ LIVE TV.....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....