નવી દિલ્હી: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધી રહ્યો છે. હવે ભારતના પૂર્વ એટોર્ની જનરલ સોલી સોરાબજીનું નિધન થયું છે. વરિષ્ઠ વકિલ, પૂર્વ એટોર્ની જનરલ અને પદ્મ વિભૂષણ સોલી સોરાબજીનું નિધન કોરોનાથી સંક્રમિત થયા બાદ આજે સવારે તેમનું નિધન થયું છે. તે 1989 થી 1990 અને પછી 2998 થી 2004 સુધી દેશના એટોર્ની જનરલ રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોલી સોરાબજીનો જન્મ 1930 માં બોમ્બેમાં થયો હતો. તે 1953થી બોમ્બે હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરતા હતા. 1971માં સોલી સોરાબજી સુપ્રીમ કોર્ટમાં સીનિયર કાઉન્સિલ બની ગયા. તે બે વાર ભારતના એટોર્ની જનરલ રહ્યા. 1989 થી 1990 અને પછી 2998 થી 2004 સુધી દેશના એટોર્ની જનરલ રહ્યા હતા. 


સોલી સોરાબજીની ઓળખ દેશના મોતા માનવાધિકાર વકીલમાં થતી હતી. યૂનાઇટેડ નેશને 1997માં તેમને નાઇઝેરિયામાં વિશેષ દૂત બનાવીને મોકલ્યા હતા, જેથી ત્યાં માનવાધિકારની સ્થિતિ વિશે જાણી શકાય. ત્યારબાદ તે 1998 થી 2004 સુધી માનવ અધિકારોના સંવર્ધન અને સંરક્ષણ પર UN-Sub Commission ના સભ્ય અને પછી અધ્યક્ષ બન્યા. 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોલી સોરાબજીના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું.


પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ એક ટ્વીટમાં કહ્યુઃ


“ સોલી સોરાબજી એક પ્રતિભાશાળી વકીલ અને બૌદ્ધિક વ્યક્તિ હતા. કાયદા દ્વારા, તેઓ ગરીબો અને વંચિતોને મદદરૂપ થવા માટે અગ્રેસર રહ્યા. તેઓને ભારતના એટર્ની જનરલ તરીકેના તેમના નોંધનીય કાર્યકાળ માટે યાદ કરવામાં આવશે. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર અને પ્રશંસકોને સાંત્વના.”


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube