)
લદ્દાખઃ લદ્દાખના સામાજિક અને પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકની પોલીસે ધરપકડ કરી છે. લદ્દાખમાં તાજેતરમાં થયેલી હિંસા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હિંસામાં 4 લોકોના મોત થયા છે અને 80થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. કેન્દ્ર સરકારે વાંગચુકને હિંસા માટે જવાબદાર ઠેરવતા આરોપ લગાવ્યો હતો કે તેમણે પ્રદર્શનકારીઓને ભડકાવ્યા હતા.
એક દિવસ પહેલા NGO નું FCRA લાયસન્સ રદ્દ કર્યું
સોનમ વાંગચુકની બિન-લાભકારી સંસ્થા સ્ટૂડન્ટ્સ એજ્યુકેશન એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ (SECMOL) નું એફસીઆરએ (FCRA), 2010 હેઠળ વિદેશી ડોનેશન લેવાનું રજીસ્ટ્રેશન ગુરૂવારે ગૃહ મંત્રાલયે રદ્દ કર્યું હતું.
સોનમ વાંગચુકનો જવાબ
2018મા રેમન મેગ્સેસે પુરસ્કાર જીતી ચૂકેલ સોનમ વાંગચુકે આ તમામ આરોપોનો નકાર્યા હતા. તેમણે કહ્યું કે- મારી સંસ્થાએ ક્યારેય વિદેશી ડોનેશન લીધું નથી, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર, સ્વિત્ઝર્લેન્ડ અને ઇટલીની સંસ્થાઓ સાથે વ્યાવસાયિક ટ્રાન્ઝેક્શન કર્યા છે અને બધા ટેક્સ ચુકવ્યા છે.
વાંગચુકે લદ્દાખમાં તાજેતરમાં થયેલા હિંસક વિરોધ પ્રદર્શનો માટે ગૃહ મંત્રાલય દ્વારા તેમને જવાબદાર ઠેરવવાને 'બલિ નો બકરો' બનાવવાની ગણનીતિ ગણાવતા ગુરૂવારે કહ્યુ હતુ કે તેમનો ઉદ્દેશ્ય હિમાલયી ક્ષેત્રની મૂળ સમસ્યાઓના ઉકેલથી બચવાનો છે. વાંગચુકે આગળ કહ્યુ કે તેમની કડક જન સુરક્ષા અધિનિયમ (પીએસએ) હેઠળ ધરપકડ માટે તૈયાર છે. વાંગચુકે કહ્યુ કે તે કહેવું કે આ (હિંસા) મારા કે કોંગ્રેસ દ્વારા ભડકાવવામાં આવી હતી, સમસ્યાનો ઉકેલ લાવવાની જગ્યાએ બલિનો બકરો શોધવા જેવું છે અને તેનાથી સમસ્યાનો ઉકેલ આવશે નહીં.