દિલ્હીઃ સોનિયા ગાંધીના પેટમાં ઇનફેક્શન, 24 કલાકથી હોસ્પિટલમાં દાખલ
હોસ્પિટલના ચેરમેન (બોર્ડ ઓફ મેનેજમેન્ટ) ડો. ડીએસ રાણાએ સોમવારે કહ્યું, સોનિયા ગાંધી 2 તારીખે હોસ્પિટલમાં દાખલ થયા હતા, જેમના ટેસ્ટ ચાલી રહ્યાં છે.
નવી દિલ્હીઃ કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીના પેટમાં ઇનફેક્શન છે. દિલ્હી સ્થિત સર ગંગારામ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલના ચેરમેન (બોર્ડ ઓફ મેનેજમેન્ટ) ડો. ડીએસ રાણાએ સોમવારે કહ્યું, સોનિયા ગાંધી 2 તારીખે હોસ્પિટલમાં દાખલ થયા હતા, જેમના ટેસ્ટ ચાલી રહ્યાં છે. તેમના પેટમાં ઇનફેક્શન છે જેની સારવાર કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, સોનિયા ગાંધીને રવિવારે સાંજે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube