ગજબ દોડે છે આ ખેડૂત પુત્ર, VIDEO જોઈને ખેલ મંત્રી બોલ્યા-'કોઈ તેને મારી પાસે લાવો'

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લાના રહીશ અને રનર રામેશ્વર ગુર્જરનો ખુલ્લા પગે દોડવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો છે. આ વીડિયો જોઈને રાજ્ય સરકાર બાદ કેન્દ્ર સરકારના ખેલ અને યુવા કલ્યાણ મંત્રી કિરણ રિજિજૂએ પણ મહત્વનું નિવેદન આપ્યું છે. રિજિજુએ રનરને એથલેટિક એકેડેમીમાં રાખવાની વ્યવસ્થા કરવાનું આશ્વાસન આપ્યું છે. 

Updated By: Aug 17, 2019, 02:46 PM IST
ગજબ દોડે છે આ ખેડૂત પુત્ર, VIDEO જોઈને ખેલ મંત્રી બોલ્યા-'કોઈ તેને મારી પાસે લાવો'

ભોપાલ/શિવપુરી: મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લાના રહીશ અને રનર રામેશ્વર ગુર્જરનો ખુલ્લા પગે દોડવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો છે. આ વીડિયો જોઈને રાજ્ય સરકાર બાદ કેન્દ્ર સરકારના ખેલ અને યુવા કલ્યાણ મંત્રી કિરણ રિજિજૂએ પણ મહત્વનું નિવેદન આપ્યું છે. રિજિજુએ રનરને એથલેટિક એકેડેમીમાં રાખવાની વ્યવસ્થા કરવાનું આશ્વાસન આપ્યું છે. 

મોદી સરકારમાં ખેલ મંત્રાલયની જવાબદારી સંભાળી રહેલા મંત્રી કિરણ રિજિજૂએ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને ટ્વીટર પર ટેગ  કરતા લખ્યું કે શિવરાજજી, કોઈને કહો કે તેને મારી પાસે લાવે, હું તેને એક એથલેટિક એકેડેમીમાં રાખવાની વ્યવસ્થા કરીશ. 

હકીકતમાં બાળકોના મામા નામથી લોકપ્રિય મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી રહેલા શિવરાજ સિંહ ચૌહાણે રનર રામેશ્વર ગુર્જરને સારી તક અને મંચ અપાવવા માટે ટ્વીટર દ્વારા ખેલ મંત્રી કિરણ રિજિજૂ પાસે સમર્થન માંગ્યું હતું. 

રામેશ્વર ગુર્જરે 10માં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેના પરિવારમાં માતા પિતા અને પાંચ ભાઈ બહેન છે. આખો પરિવાર ખેતી સાથે સંકળાયેલો છે. રામેશ્વરના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તે અભ્યાસ કરી શક્યો નહીં. 

આ બાજુ કેન્દ્રીય ખેલ રાજ્ય મંત્રી જીતુ પટવારીએ પણ રામેશ્વરને ભોપાલમાં ઉત્તમ તાલીમ આપવાની વાત કરી છે. રામેશ્વર ગુર્જર 19 વર્ષનો યુવક છે અને તે ખુલ્લા પગે દોડે છે. તેનો આ વીડિયો છેલ્લા કેટલાક સમયથી ખુબ વાઈરલ થઈ રહ્યો છે. કહેવાય છે કે રામેશ્વરે 100 મીટરની દોડ 11 સેકન્ડમાં પૂરી કરી. પટવારીએ મંગળવારે રામેશ્વરને ભોપાલ આમંત્રણ આપતા અધિકારીઓને કહ્યું કે આવી પ્રતિભાને સારી ખેલ સુવિધા, સારા શૂઝ અને તાલીમ આપવામાં આવે, તો તે 100 મીટરની દોડ નવ સેકન્ડમાં જ પૂરી કરી શકે છે. 

ખેલ મંત્રીએ રામેશ્વરની જેમ ઉભરતી ગ્રામીણ ખેલ પ્રતિભાઓને પ્રોત્સાહન કરવા માટે દરેક શક્ય મદદ આપવાનો ભરોસો જતાવ્યો. રામેશ્વર ખેલ મંત્રીના આમંત્રણથી ખુશ છે. રામેશ્વરનું કહેવું છે કે તેને એક તક મળી જાય તો તે કોઈ પણ રેસમાં પ્રદેશ અને દેશનું નામ રોશન કરશે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...