Sputnik V Vaccination Update: દિલ્હી-મુંબઈ-બેંગલુરૂ સહિત આ 9 શહેરોમાં મળશે Sputnik V, ગુજરાતની બાદબાકી

Sputnik V Vaccination Update: કોરોના વાયરસ વિરુદ્ધ 91 ટકા અસરકારક રશિયાના સ્પૂતનિક-વી વેક્સિન દેશના 9 શહેરોમાં ઉપલબ્ધ થશે. ડોક્ટર રેડ્ડીઝે આ જાણકારી આપી છે. 

Sputnik V Vaccination Update: દિલ્હી-મુંબઈ-બેંગલુરૂ સહિત આ 9 શહેરોમાં મળશે Sputnik V, ગુજરાતની બાદબાકી

નવી દિલ્હીઃ Sputnik V Vaccination Update: ભારતમાં રશિયન વેક્સિન સ્પૂતનિક-V ના સ્થાનીક વિતરણ ભાગીદાર ડોક્ટર રેડ્ડીઝે (Doctor Reddys) દેશમાં તેના વેક્સિનેશન પર મહત્વની જાણકારી આપી છે. ડોક્ટર રેડ્ડીઝે જણાવ્યું કે, સ્પૂતનિક-વી હૈદરાબાદ સિવાય હવે નવ શહેરમાં ઉપલબ્ધ થશે. દેશના જે નવ શહેરોમાં વેક્સિન ઉપલબ્ધ થશે તેમાં બેંગલુરૂ, કોલકત્તા, દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ, બદ્દી, કોલ્હાપુર અને મિર્યાલાગુડા સામેલ છે. 

ડોક્ટર રેડ્ડીઝે એક નિવેદનમાં કહ્યું કે, હજુ લોકો વેક્સિન માટે CoWIN વેબ પોર્ટલ પર રશિયન વેક્સિન સ્પૂતનિક માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે નહીં. આ સુવિધા ત્યારે ઉપલબ્ધ થશે જ્યારે તેને વ્યાવસાયિક રૂપે લોન્ચ કરવામાં આવશે. ડોક્ટર રેડ્ડીએ કહ્યું કે, તેની પાયલટ લોન્ચિંગ અંતિમ તબક્કામાં છે અને બન્ને ડોઝની ઉપલબ્ધ નક્કી કરવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 

એપ્રિલમાં વેક્સિનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળ્યા બાદ અપોલો હોસ્પિટલના સહયોગથી ડોક્ટર રેડ્ડીએ 17 મેએ સ્પૂતનિક-વી માટે પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. પાયલટ લોન્ચ હેઠળ હૈદરાબાદમાં 15 મેએ વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે સ્પૂતનિક કોરોના વાયરસ વિરુદ્ધ 91 અસરકારક છે. એક અભ્યાસ પ્રમાણે વિશ્વમાં રહેલા બધી કોરોના વેક્સિનની તુલનામાં ગમલિયા સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સિન કોરોના વાયરસના ડેલ્ટા સ્ટ્રેન વિરુદ્ધ વધુ અસરકારક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news