કરતારપુર કોરિડોરનું નિર્માણ અટકાવી દેવું જોઇએ: સુબ્રમણ્ય સ્વામી

કરતારપુર કોરિડોર (Kartarpur corridor) નાં નિર્માણ અને નવીનીકરણનું કામ બાબા ગુરૂ નાનક દેવનાં 550 માં પ્રકાશોત્સવથી પૂર્વ નવેમ્બર સુધી પુર્ણ થયા હોવાનાં સંકેત મળી રહ્યા છે. આ બધા વચ્ચે ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy) એ કરતારપુર કોરિડોર નિર્માણ પર વિરોધ વ્યક્ત કર્યો છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, અમને પાકિસ્તાન સાથે કોઇ પણ પ્રકારનો સંબંધ રાખવો ન જોઇએ.

કરતારપુર કોરિડોરનું નિર્માણ અટકાવી દેવું જોઇએ: સુબ્રમણ્ય સ્વામી

નવી દિલ્હી : કરતારપુર કોરિડોર (Kartarpur corridor) નાં નિર્માણ અને નવીનીકરણનું કામ બાબા ગુરૂ નાનક દેવનાં 550 માં પ્રકાશોત્સવથી પૂર્વ નવેમ્બર સુધી પુર્ણ થયા હોવાનાં સંકેત મળી રહ્યા છે. આ બધા વચ્ચે ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy) એ કરતારપુર કોરિડોર નિર્માણ પર વિરોધ વ્યક્ત કર્યો છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, અમને પાકિસ્તાન સાથે કોઇ પણ પ્રકારનો સંબંધ રાખવો ન જોઇએ.

એક જ વર્ષમાં ભાજપે અરુણ જેટલી સહિત આ 7 દિગ્ગજ નેતાઓ ગુમાવ્યાં
સ્વામીએ કહ્યું કે, જેમાં કોઇ પણ શંકા નથી કે કરતારપુર કોરિડોરથી શીખ સમુદાયની ભાવનાઓ જોડાયેલી છે. પરંતુ શીખોએ સમજવું પડશે કે પાકિસ્તાન સાથેના સંબંધો નુકસાનનો સોદો છે. સુબ્રમણ્યમ સ્વામીએ શીખ સમુદાયનાં વખાણ કરતા તેમને રાષ્ટ્રનાં રક્ષણ ગણાવ્યા. ઉલ્લેખનીય છે કે, કરતારપુર કોરિડોર યોજના પુર્ણ થવાના અંતિમ તબક્કામાં પ્રવેશ કરી ચુકી છે. 

અરુણ જેટલીના પરિવારે PM મોદીને કરી અપીલ, જાણો શું કહ્યું?
પાકિસ્તાન સરકારે ભારત સરકારને આશ્વાસન આપ્યું હતું કે, આ વર્ષે બાબા ગુરૂ નાનક દેવનાં 550માં પ્રકાશોત્સવ પૂર્વ નવેમ્બર સુધી નિર્માણ અને નવીનીકરણનું કામ પુર્ણ કરવા માટે કરવામાં આવશે. પાકિસ્તાન સરકારે કહ્યું હતું કે, કરતારપુર કોરિડોરનું નિર્માણ કાર્ય પુર્ણ થતાની સાથે જ નારોવાલ જિલ્લામાં ગુરૂદ્વારા દરબાર સાહેબની આસપાસ એક નવું શહેર ઉભરશે.

અરુણ જેટલીના નિધનથી રાજકારણમાં ખાલી પડેલી જગ્યા ક્યારેય ભરી શકાશે નહીં: ડો. સુભાષ ચંદ્રા
દર્શન પોઇન્ટ જીરો ટર્મિનલ પર કાર્ય પ્રગતી પર છે, જેને ઝડપથી પુર્ણ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, કોરિડોર યોજનાના કાર્પેટિંગનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. ગુરૂદ્વારાથી ઝીરો લાઇન સુધીના માર્ગોનું નિર્માણ કાર્ય પ્રગતિ પર છે અને બાકી કાર્ય ઝડપથી પુર્ણ કરવામાં આવ્યું છે. રાવી નદીનાં પુલનું કાર્ય પુર્ણ કરી લેવામાં આવ્યું છે.

અરુણ જેટલીના નિધન પર PM મોદીએ કહ્યું- 'મેં એક એવો મિત્ર ગુમાવ્યો...'
ગુરૂદ્વારા સાહેબ કોમ્પ્લેક્સમાં તીર્થયાત્રાનાં આવાસીય ભવન અને લંગરખાનાનું કાર્ય 70 ટકા પુર્ણ કરવામાં આવી ચુક્યું છે. નિર્માણ અને નવીનીકરણનું કામ બાબા ગુરૂ નાનકદેવનાં 550માં પ્રકાશોત્સવથી પૂર્વ નવેમ્બર પુર્ણ કરી લેવામાં આવશે. ગુરૂદ્વારા સાહેબ કોમ્પલેક્સમાં તીર્થયાાત્રીઓનાં આવાસીય ભવન અને લંગરખાનાનું કાર્ય 70 ટકા પુર્ણ કરવામાં આવેલું છે. નિર્માણ અને નવીનીકરણનું કામ બાબા ગુરૂનાનક દેવનાં 550માં પ્રકાશોત્સવથી પૂર્વ નવેમ્બર સુધી પુર્ણ કરી દેવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news