)
લગ્ન બાદ હનીમૂન પર જવું એ દરેક નવપરિણીત કપલનું સપનું હોય છે અને હનીમૂન પર આજકાલ તો લગભગ બધા કપલ્સ જતા હોય છે. મટોાભાગના કપલ લગ્ન બાદ સૌથી પહેલા હનીમૂન પ્લાન કરે છે. અનેક કપલ્સ પોતાની હનીમૂનની અંગત પળોને પણ સોશિયલ મીડિયા પર શેર કરી દે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. જેમાં લગ્ન બાદ કપલ મનાલી હનીમૂન મનાવવા માટે પહોંચ્યું છે અને હોટલના રૂમમાં પત્ની સાથેની અંગત પળોને સોશિયલ મીડિયામાં શેર કરેલી છે. ત્યારબાદ યૂઝર્સે આ કપલને ખુબ ટ્રોલ પણ કર્યું. આ વીડિયો જો કે સવા વર્ષ વર્ષ જૂનો છે. પરંતુ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયેલો છે. વીડિયો જોઈને લોકો દંગ રહી ગયા છે અને ઘણા લોકોએ એવો મત પણ રજૂ કર્યો કે આવી અંતરંગ પળોની તસવીરો અને વીડિયો શેર કરવા જોઈએ નહીં.
વાયરલ વીડિયોને કપલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા કેપ્શનમાં લખ્યું કે ”Honeymoon Night in Manali”, જેનાથી ખબર પડે છે કે વીડિયોમાં જોવા મળતી પળ રાતની છે. પોતાના હનીમૂનને એન્જોય કરતું કપલ જ્યારે રૂમમાં જાય છે ત્યારે એક સુંદર બેડ પર ફૂલોથી લખ્યું હોય છે 'હેપ્પી હનીમૂન લવ'. બેડની ચારેબાજુ ગુલાબના ફૂલની પાંખડીઓ બિછાવેલી છે. શેમ્પેઈનની બોટલ, 2 ગ્લાસ, કેન્ડલ લાઈટ...આ જોઈને પત્ની ખુબ ખુશ થાય છે અને આ રોમેન્ટિક નાઈટ બદલ પતિનો આભાર માને છે.
ત્યારબાદ બંને આ રાતને એન્જોય કરે છે અને સોફા પર બેસીને કેક કાપે છે. પછી કેન્ડલ લાઈટમાં શેમ્પેઈનની મજા માણે છે. સુંદર રોમેન્ટિક નાઈટ જોઈને દુલ્હન ખુબ ખુશ હતી. આ કપલે કેટલાક ફોટા પણ આ વીડિયોમાં જોડ્યા છે જે ખુબ સુંદર લાગે છે. કપલે કમેન્ટ બોક્સ બંધ કરીને પોતાની ખાસ પળોને સોશિયલ મીડિયા પર શેર કરી. અત્રે જણાવવાનું કે આ વીડિયો પર મિલિયન્સમાં વ્યૂઝ છે અને હજારોમાં લાઈક શેર. આ વીડિયો 31 ડિસેમ્બર 2023ના રોજ ઈન્સ્ટાગ્રામ પર કપલ દ્વારા શેર કરાયેલો છે. પરંતુ હજુ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
(Disclaimer: આ એક વાયરલ વીડિયો છે. તેના સમય અને અન્ય માહિતી વિશે ZEE 24 કલાક પુષ્ટિ કરતું નથી.)