સુહાગરાતે આવું કોણ કરે? દુલ્હા-દુલ્હનને જોઈને તમને પણ દયા આવી જશે, વાયરલ થયો Video

સોશિયલ મીડિયા પર અવારનવાર એવા વીડિયો વાયરલ થતા હોય છે કે ક્યારેક ખુશ થઈ જવાય તો ક્યારેક દંગ રહી જવાય કે આવું પણ હોય? આજકાલ તો લોકો સુહાગરાતના વીડિયો વાયરલ કરે છે જે જાણીને નવાઈ લાગે. પરંતુ આ વીડિયો જોઈને તમને દુલ્હા દુલ્હન પર કદાચ દયા આવી જાય. 

સુહાગરાતે આવું કોણ કરે? દુલ્હા-દુલ્હનને જોઈને તમને પણ દયા આવી જશે, વાયરલ થયો Video

લગ્ન બાદ સુહાગરાત એક એવો સમય હોય છે જેના માટે દુલ્હા દુલ્હન સપનાં સેવતા હોય છે. આ રાત માટે બંનેના મનમાં અનેક અરમાનો હોય છે. ખુબ પ્લાનિંગ પણ કરતા હોય છે. પરંતુ જરા વિચારો કે સુહાગરાત મનાવવાનું પ્લાનિંગ કર્યું હોય અને તમારા સપના પર પાણી ફરી વળે તો....આવું જ કઈક એક વીડિયોમાં જોવા મળ્યું. નવ પરિણીત કપલનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે દુલ્હેરાજા અને દુલ્હન સુહાગરાત મનાવવાના મૂડમાં હતાં પરંતુ અચાનક સંબંધીઓએ રૂમ પર જ કબજો જમાવી દીધો. સંબંધીઓએ દુલ્હેરાજાને બેડ પરથી જ હટાવી દીધા અને બેડ  પર કબજો જમાવી લીધો. વીડિયોમાં દુલ્હા-દુલ્હનના ચહેરા જોવા લાયક છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Naughty Foofaji (@foofaji)

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હેરાજાના બેડ પર મહેમાનો લાંબા થઈને સૂઈ ગયા છે. જ્યારે દુલ્હન જમીન પર અને દુલ્હેરાજા ખુરશી પર બેઠા છે. કપલ જે સુહાગરાતના સપના સેવી રહ્યું હતું તેના અરમાનો પર જાણે પાણી ફરી વળી રહ્યું હોય તેવું લાગે છે. દુલ્હન જમીન પર બેસીને ઝોકા ખાય છે અને દુલ્હેરાજા પણ મો વકાસીને બેઠા છે. વીડિયોને foofaji નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરાયો છે. 

 (Disclaimer: આ એક વાયરલ વીડિયો છે, તેના સમય અને માહિતી વિશે ZEE 24 કલાક કોઈ પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news