સની દેઓલના MP પદ પર મંડરાઇ રહ્યો છે ખતરો, જાણો શું છે કારણ ?

ફિલ્મ અભિનેતા અને ગુરદાસપુરથી ભાજપના સાંસદ સની દેઓલની હાલની લોકસભા ચૂંટણીમાં પોતાના ખર્ચનો અહેવાલ આપવા માટે જણાવવામાં આવ્યું છે કારણ કે ખબર પડી કે તેનો ચૂંટણી ખર્ચ 70 લાખ રૂપિયાની વૈધાનિક સીમા કરતા વધારે હતો. એક અધિકારીએ બુધવારે આ માહિતી આપી હતી. ગુરદાસપુર જિલ્લા ચૂંટણી અધિકારી વિપુલ ઉજ્વલે દેઓલને પોતાનો ચૂંટણી ખર્ચના ખાતાનો અહેવાલ આપવા માટેની નોટિસ ઇશ્યું કરી છે. 
સની દેઓલના MP પદ પર મંડરાઇ રહ્યો છે ખતરો, જાણો શું છે કારણ ?

ચંડીગઢ : ફિલ્મ અભિનેતા અને ગુરદાસપુરથી ભાજપના સાંસદ સની દેઓલની હાલની લોકસભા ચૂંટણીમાં પોતાના ખર્ચનો અહેવાલ આપવા માટે જણાવવામાં આવ્યું છે કારણ કે ખબર પડી કે તેનો ચૂંટણી ખર્ચ 70 લાખ રૂપિયાની વૈધાનિક સીમા કરતા વધારે હતો. એક અધિકારીએ બુધવારે આ માહિતી આપી હતી. ગુરદાસપુર જિલ્લા ચૂંટણી અધિકારી વિપુલ ઉજ્વલે દેઓલને પોતાનો ચૂંટણી ખર્ચના ખાતાનો અહેવાલ આપવા માટેની નોટિસ ઇશ્યું કરી છે. 

અતુલ્ય ભારત: ટિફિન ધોવા મુદ્દે પાયલોટ અને ક્રુ બાખડ્યાં અને ફ્લાઇટ 2 કલાક મોડી પડી
ઉજ્વલે કહ્યું કે, અમને માહિતી મળી છે કે તેનો ચૂંટણી ખર્ચ 70 લાખ રૂપિયાથી વધારે હતો. દેઓલે ગુરદાસપુર સીટ પર કોંગ્રેસનાં ઉમેદવાર સુનીલ જાખડને 82,459 મતોના અંતરથી હરાવ્યા હતા. ઉજ્વલે ચૂંટણી ખર્ચના આંકડા પર ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો પરંતુ અધિકારીક સુત્રોએ કહ્યું કે, પ્રારંભિક ગણત્રી અનુસાર દેઓલનો ચૂંટણી ખર્ચ 86 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું. 

વન નેશન વન ઇલેક્શન બેઠક પુર્ણ: કમિટીની રચના કરી તમામ પાસાનો અભ્યાસ કરાશે
ઉજ્વલે કહ્યું કે, દેઓલનાં ચૂંટણી ખર્ચની રકમ 'અંતિમ' આંકડો નથી. તેમણે કહ્યું કે, દેઓલનાં ખાતાનો વાસ્તવિક અહેવાલ રજુ કરવા માટે નોટિસ ઇશ્યું કરવામાં આવી છે. ઉજ્વલે કહ્યું કે, વધારે ખર્ચ અંગે ટિપ્પણી કરવી યોગ્ય નહી કહેવાય. અત્રે ઉલ્લેખનીય છે કે, સન્ની દેઓલ ગુરદાસપુર સીટ પરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news