મેગ્લેવ ટ્રેન : ભારતમાં 600 KMPH ગતિથી દોડશે ટ્રેન, જાપાન ચીન પણ જોતા રહી જશે

મેગ્લેવ ટ્રેન : જાપાન અને ચીન બાદ ભારતમાં પણ હવે 600 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી મેગ્લેવ ટ્રેનનું સપનું સાકાર થવા જઇ રહ્યું છે. ભારતમાં પણ મેગ્લેવ ટ્રેન દોડી શકે છે એવો વિશ્વાસ અને દાવો ઇન્દોર સ્થિત રાજા રામન્ના સેન્ટર ફોર એડવાન્સ ટેકનોલોજીના વૈજ્ઞાનિક આર એસ શિંદેએ કર્યો છે. મોનો રેલ આધારિત મેગ્લેવ ટ્રેન એ અનોખા સિધ્ધાંત પર કાર્ય કરે છે. મેગ્લેવ ટેકનોલોજી સિસ્ટમ મેગ્નેટિક ફિલ્ડ આધારિત કાર્ય કરે છે. જમીનથી 3 ઇંચ અધ્ધર રહી દોડતી મેગ્લેવ ટ્રેન આધુનિક યુગની સૌથી ઝડપી ટ્રેન માનવામાં આવે છે.

મેગ્લેવ ટ્રેન : ભારતમાં 600 KMPH ગતિથી દોડશે ટ્રેન, જાપાન ચીન પણ જોતા રહી જશે

પ્રમોદ શર્મા / ઇન્દોર : જાપાન અને ચીન બાદ હવે ભારતમાં પણ 600 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવામાં દોડતી ટ્રેનનું સપનું સાકાર થવા જઇ રહ્યું છે. ટ્રેક પર મેગ્નેટિક ફિલ્ડ મારફતે આ ટ્રેનને દોડાવવામાં આવશે. ટ્રેક પર જમીનથી ત્રણ ઇંચ અધ્ધર આ મેગ્લેવ ટ્રેન દોડશે. આ મેગ્લેવ ટ્રેનનું મોડલ ભારતીય વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યું છે. ઇન્દોરના વૈજ્ઞાનિકો દ્વારા આ મોડલ તૈયાર કરવામાં આવ્યું છે. 

10 વર્ષમાં તૈયાર થયું મોડલ
ભારતમાં જ્યારે રેલવે યુનિવર્સિટી બનશે ત્યારે સાચે જ રેલવેની નવી ક્રાંતિનો ઉપયોગ થશે. જોકે તાજેતરમાં ઇન્દોરમાં મેગ્લેવ ટ્રેનનું અનોખું મોડલ તૈયાર કરવામાં આવ્યું છે. આર આર કૈટના વૈજ્ઞાનિક આર એન એસ શિંદેએ પોતાની 50 લોકોની ટીમ સાથે દિવસ રાત મહેનત કરીને આ મોડલ તૈયાર કરવામાં આવ્યું છે. અંદાજે 10 વર્ષની મહેનત બાદ આ મોડલ તૈયાર થયું છે. જે મેગ્નેટિક ફિલ્ડ તૈયાર કરી ટ્રેકની ઉપર હવામાં આ ટ્રોન દોડતી નજર આવશે. 

જાપાન ચીન પાસે છે આ ટેકનોલોજી
ઇન્દોરના આર આર કેટના વૈજ્ઞાનિક આર એસ શિંદેના અનુસાર, હાલમાં જાપાન અને ચીન બાદ આ ટેકનોલોજી કોઇ દેશ પાસે નથી. અમેરિકા પણ આ ટેકનોલોજી વિકસાવી શક્યું નથી. પરંતુ ભારત આ સપનું સાકાર કરવાની અત્યંત નજીક છે. શિંદેના અનુસાર સુપરકંડક્ટની મદદથી લિક્વિડ નાઇટ્રોન દ્વારા આજે ઠંડુ કરવામાં આવે છે કે જે મેગ્નેટિક ફિલ્ડમાં હોય છે. જેનાથી મેગ્નેટિક ફિલ્ડ પેદા થાય છે. જેને ગતિ માટે ઉપયોગ કરી શકાય છે.

Indore Scientist claims ready Maglev train model 

જમીનથી અધ્ધર હવામાં દોડશે ટ્રેન
આર એસ શિંદેના અનુસાર, રાજા રામન્ના સેન્ટર ફોર એડવાન્સ ટેકનોલોજી સેન્ટર એ ભારત સરકારના પરમાણું ઉર્જા વિભાગ હસ્તક આવે છે. આ કેન્દ્રમાં દેશના વિવિધ ક્ષેત્રની પ્રગતિ માટે દિવસ રાત વૈજ્ઞાનિકો વિવિધ ટેકનોલોજી પર રિસર્ચ કરે છે. અહીં વૈજ્ઞાનિકોએ બુલેટ ટ્રેનથી પણ વધુ ઝડપે દોડનારી મેગ્લેવ ટ્રેનનું સફળ પરીક્ષણ કર્યું છે. સામાન્ય ભાષામાં કહીએ તો આ ટ્રેન હવામાં દોડનારી હશે.

Indore Scientist claims ready Maglev train model 

800 કિલોમીટરની હશે ઝડપ
મેગ્નેટિક ફિલ્ડ પર દોડનારી આ ટ્રેનની મહત્તમ સ્પીડ 800 કિલોમીટર પ્રતિ કલાક હશે. જોકે હાલમાં આ ટ્રેનનું સફળ પરીક્ષ કરાયું છે. જોકે સરકાર આ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરશે એ તો આવનાર સમય જ બતાવશે. પરંતુ સંપૂર્ણ પણે સ્વદેશી ટેકનોલોજીથી મેગ્લેવ ટ્રેન બનાવી જાપાન અને ચીનને ટક્કર આપી શકાય એમ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news